ઉમેદવારની સાથે અન્ય ચાર વ્યકિતઓ જ ચૂંટણી અધિકારીના
ખંડમાં ફોર્મ ભરવા પ્રવેશી શકશે
નડીઆદ-મંગળવાર-ખેડા લોકસભાની સામાન્ય ચૂંટણી તા.૨૩-૦૪-૨૦૧૯ના રોજ યોજાનાર છે. ભારતીય નિર્વાચન આયોગ, નવી દિલ્હી તરફથી વાહનોના ઉપયોગ સંદર્ભે આચાર સંહિતા બહાર પાડવામાં આવી છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, રમેશ મેરજાએ ફોજદારી કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ ચૂંટણી પંચના આદેશ મુજબ નકકી થયેલ આચારસંહિતાનો અમલ ચુસ્તપણે થાય તે ઉદે્શથી ઉમેદવારી કરતી વખતે ઉમેદવાર/વિવિધ રાજકીય પક્ષો/રસ ધરાવતા જૂથો દ્વારા લાવવામાં આવતા વાહનો પૈકી ફકત ત્રણ જ વાહનો ચૂંટણી અધિકારીની કચેરીની ૧૦૦ મીટરની ત્રિજયામાં પ્રવેશને પાત્ર રહેશે. જયારે ઉમેદવારી કરતી વખતે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી નોંધણી અધિકારીની રૂમમાં ઉમેદવાર સહિત બીજી ચાર વ્યકિતઓ જ (દરખાસ્ત મૂકનાર/ટેકેદાર સહિત) એટલે કે કુલ પાંચ વ્યકિતઓ જ પ્રવેશી શકશે. આ હુકમનો અમલ સમગ્ર ખેડા જિલ્લામાં તા. ૦૪/૦૪/૨૦૧૯ સુધી અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે તેમ વધુમાં જણાવાયું છે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


