સુરત,તા.૩
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ચાલી રહેલા ઓરી અને રૂબેલા વિરોધી રસીકરણ અભિયાન અંતર્ગત આજે જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલે અડાજણની વી.ડી.દેસાઈ વાડીવાલા સ્કૂલમાં પહોંચી પોતાના બંને પુત્રોને ઓરી-રૂબેલા રસીકરણ કરાવીને શહેરના નાગરિકોને રસીકરણ અંગે જાગૃત્ત કરી અનોખો સંદેશ આપ્યો હતો.
અડાજણ સ્થિત ભૂલકા ભવન ટ્રસ્ટ સંચાલિત વી.ડી.દેસાઈ વાડીવાલા શાળામાં કલેક્ટર ડો. ધવલ પટેલનો ૮ વર્ષીય પુત્ર ધૃષત ધો.૦૨ માં અને ૫ વર્ષીય પુત્ર સુગત સિનીયર કે.જી.માં અભ્યાસ કરે છે. શાળામાં પ્રારંભ થયેલા ઓરી રૂબેલા રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપવા જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ આજે સવારે વાડીવાલા સ્કુલમાં પહોંચ્યા હતા, અને બંને બાળકોને ખોળામાં બેસાડીને રસીકરણ કરાવ્યું હતું. તેમણે શાળાના બાળકોને પ્રોત્સાહિત કરી આરોગ્ય વિભાગની ટીમના સભ્યોની રસીકરણ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
કલેક્ટર ડો. ધવલ પટેલે સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં ૬,૭૨,૫૬૫ અને અને જિલ્લામાં ૩,૧૩,૨૪૩ બાળકોને સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું હોવાનું જણાવી કહ્યું કે, સુરત જિલ્લો રાજ્યમાં એમ.આર.રસીકરણ ઝુંબેશમાં મોખરે છે. આપણા સંતાનોને ભવિષ્યના સંભવિત રોગો સામે આરોગ્યકવચ પૂરું પાડતી વિવિધ પ્રકારની રસીઓ મૂકાવવી ખૂબ જ જરૂરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



