આઇએસ-સમર્થક ચેનલોએ ત્રણ કથિત આત્મઘાતી હુમલાખોરોની તસ્વીર રજૂ કરી
કોલંબો,તા.૨૩
શ્રીલંકામાં રવિવારે થયેલા સીરિયલ બોંબ વિસ્ફોટ પાછળ આતંકવાદી સંગઠન આઇએસઆઈએસનો હાથ હોવાની શંકા સેવાઈ રહી છે. IS-સમર્થક કેટલીક ટેલિગ્રામ ચેનલોએ ત્રણ કથિત આત્મઘાતી હુમલાખોરોની તસવીરો રજૂ કરી છે. ખ્રિસ્તીઓના તહેવાર ઇસ્ટરના દિવસે રાજધાની કોલંબો સહિત ત્રણ શહેરોમાં ચર્ચો અને હોટેલ્સ પર હુમલામાં લગભગ ૩૦૦ લોકોના મોત થયા હતા.
ત્રણ કથિત આત્મઘાતી હુમલાખોરના નામ અબુલ બર્રા, અબુલ મુખ્તાર અને અબુ ઉબૈદા જણાવ્યા છે. હાલમાં ગુપ્ત એજન્સીઓ અમાક જેવા ISના મુખપત્રો દ્વારા હુમલાની જવાબદારી લેવાની પણ રાહ જોઇ રહી છે પરંતુ એક સૂત્રએ જણાવ્યું છે કે આ તસવીરોમાં વિશ્વસનીયતા છે કારણ કે ત્રણમાંથી એક જાહરાન હાશીન છે જે નેશનલ તવાહિદ જમાત (એનટીજે)નો ઓપરેટિવ છે. ટેલિગ્રામ ચેનલોએ જાહરાન હાશિનનો પરિચય અબુ ઉબૈદા તરીકે આપ્યો છે.
ત્રણે કથિત આત્મઘાતી હુમલાખોરોમાં માત્ર ઉબૈદા એવો છે જેની તસવીર કોઇ પણ નકાબ વગરની છે. એજન્સીઓ હજી અન્ય બેની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.
ઇન્ટેલિજન્સ નેટવર્ક્સને તેના પાછળ ISનું સંભવિત કનેક્શન પણ દેખાઇ રહ્યું છે કારણ કે માંડ એક મહિના અગાઉ ISના પ્રવક્તા અબુ હસન અલ-મુજાહિરે પોતાની એક આૅડિયો સ્પિચ રજૂ કરી મુસ્લિમો પાસેથી ન્યૂઝીલેન્ડમાં મસ્જિદ પર હુમલાનો બદલો લેવા માટે કહેવામાં આવ્યું છે. ન્યૂઝીલેન્ડમાં એક બંદૂકધારીએ બે મસ્જિદ પર હુમલો કર્યો હતો જેમાં ૫૦ લોકો માર્યા ગયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




