ટેક્સટાઇલ પોલિસી અંગે સીએમ રૂપાણીની હાજરીમાં ઉચ્ચસ્તરીય બેઠક

0
7

ગાંધીનગર,તા.૨૪
મુખ્યમંત્રી વિજય ભાઈ રુપાણીની અધ્યક્ષતામાં રાજ્યની ટેક્સટાઇલ પોલિસી સન્દર્ભમાં ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. ગુજરાત ટેક્સટાઇલ પોલિસી ૨૦૧૨ પૂર્ણ થઇ છે અને આગામી વાયબ્રન્ટ સમિટ પહેલા રાજ્ય સરકાર નવી ટેક્સટાઇલ પોલિસી જાહેર કરવાની છે. આ પોલિસીને આખરી કરતા પહેલા મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો સાથે આ બેઠક યોજી તેમના સૂચનો પણ મેળવ્યા હતા.
વિજય ભાઈ રુપાણીએ કહ્યું કે ગુજરાત ટેક્સટાઇલ ક્ષેત્રનું હબ બને તેમજ વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ગુજરાતનું ટેક્સટાઇલ સેક્ટર અગ્રેસર રહે તેવી રાજ્ય સરકાર ની નેમ છે. નવી જાહેર થનારી ટેક્સટાઇલ પોલિસીમાં આ સમગ્ર વિષયોને આવરી લેવા તેમણે અધિકારીઓને સ્પષ્ટ સુચના અને માર્ગદર્શન આપ્યા હતા. ઉર્જા મંત્રી સૌરભ ભાઈ પટેલ. મુખ્ય સચિવ ડો.જે એન સિંહ તેમજ નાણાંના એ.સી એસ અરવિંદ અગ્રવાલ મુખ્યમંત્રીના અગ્ર સચિવ તથા ઉદ્યોગ અગ્ર સચીવ મનોજ કુમાર દાસ ઉદ્યોગ કમિશનર મમતા વર્મા અને ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ આ બેઠકમાં જાડાયા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY