ભાજપે કોંગ્રેસ,એનસીપી,પીડીપી ગઠબંધનને ટેરર ફ્રેન્ડલી ગણાવ્યું
ન્યુ દિલ્હી,તા.૨૨
જમ્મુ અને કાશ્મીરમાં એકાએક વિધાનસભા ભંગ કરવાના રાજ્યપાલના નિર્ણયને કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ ગેરબંધારણીય તેમજ અનૈતિક ગણાવ્યો છે. આ ઉપરાંત તેમણે રાજ્યપાલના નિર્ણયને લોકશાહીની હત્યા કરનારનો કહ્યો હતો.
દરમિયાન કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે પણ ગર્વનર સત્યપાલ મલિક પર પ્રહાર કરતા જણાવ્યું કે વિધાનસભ ભંગ કરવા બદલ આકરી ટિકા કરી હતી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે લોકશાહીનું ઉંઘે કાંધ પડી છે. ચિદમ્બરમે ટ્વીટ કરીને જણાવ્યું કે જ્યાં સુધી કોઈ પક્ષે બહુમત સાથે સરકાર રચવાનો દાવો કર્યો નહતો ત્યાં સુધી તેમણે રાજ્યપાલે વિધાનસભા અખંડિત રાખી હતી પરંતુ જેવો કોઈએ દાવો કર્યો કે સળવળાટ થયો તરત જ વિધાનસભા ખંડિત કરવાનું પગલું ભર્યું છે. લોકશાહીનું વેસ્ટમિંસ્ટર મોડેલ જૂનું છે. અન્ય બાબતોની જેમ આ ગુજરાત મોડેલ છે અને જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલને તે સ્પર્શી ગયું છે.
મનીષ તિવારીએ રાજ્યપાલના નિર્ણય અંગે ટિકા કરતા જણાવ્યું હતુંકે પીડીપી તેમજ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે સરકાર રચવાનો દાવો કર્યો કે તાત્કાલિક રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી નાંખી. તેમને બહુમત પુરવાર કરી સરકાર રચવાની તક પણ આપવામાં આવી નહીં. આ લોકશાહીની હત્યા સમાન છે અને તેને પડકારવું જાઈએ. તિવારીએ આ અંગે ટ્વીટ પણ કર્યું હતું.
કોંગ્રેસ, એનસી અને પીડીપી દ્વારા સરકાર રચવાના દાવા મુદ્દે ભાજપે આ ગઠબંધનને ટેરર ફ્રેન્ડલી ગણાવ્યું તો તેના વળતા જવાબમાં તિવારીએ કહ્યું કે, ભાજપ તેમના કોઈ એક નેતાનું નામ આપે જે આતંકવાદ સામે લડતા શહીદ થયો હોય.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



