મુંબઈ,તા.૧૨
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શહેનશાહ અમિતાભ બચ્ચને તેમની ઉદારતાનું ફરીવાર એક વધુ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમિતાભ બચ્ચને બિહારના ૨૧૦૦ ખેડૂતોની લોનની ભરપાઈ કરી છે. તેમણે તેમના બ્લોગ પર લખ્યું કે, ‘આપેલું વચન પૂરું કર્યું. બિહારના ખેડૂતો જેમની લોન બાકી હતી તેમાંથી ૨૧૦૦ ખેડૂતોની લોનની ભરપાઈ તેમની બેન્કને એકસાથે કરી દીધી. તેમાના અમુકને બોલાવી શ્વેતા અને અભિષેકના હાથે પર્સનલી મદદ કરી.’
અગાઉ અમિતાભે લખ્યું હતું કે, ‘લોન પરત ચૂકવી ન શકતા લોકો માટે એક ગિફ્ટ છે. આ ગિફ્ટ મેળવનારા હવે બિહાર રાજ્યના હશે.’ આ પહેલીવાર નથી કે અમિતાભ બચ્ચને ખેડૂતોની મદદ કરી હોય. અગાઉ તેમણે ઉત્તર પ્રદેશના ૧૦૦૦ ખેડૂતોની લોન ચૂકવી હતી.
ઉપરાંત તેમણે આગળ બ્લોગમાં લખ્યું હતું કે, ‘આવતીકાલે બીજા એક વાયદો પૂરો કરવાનો છે. પુલવામા હુમલામાં જે બહાદુર લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે તેમના પરિવાર અને પત્નીઓને એક નાનકડી આર્થિક મદદ. તેઓ સાચા શહીદ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




