રાજપીપળા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાત રાજ્યના ૮ સહિત સમગ્ર ભારતમાં ૬૩ ભૌગોલિક વિસ્તારોના લાખો નાગરિકો માટે સુવિધાજનક અને અને પર્યાવરણલક્ષી કુદરતી ગેસના વિતરણ અંતર્ગત સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટ્સનું 22મી નવેમ્બરે ખાતમૂહુર્ત યોજાયું હતું.એજ કાર્યક્રમના ભાગરૂપે રાજપીપળામાં રમતગમત શંકુલ ખાતર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા,ભરૂચ સાંસદ મનસુખ વસાવા સહિત અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં સીજીડી પ્રોજેકટના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત બાદ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં ગેસ માટે સ્થાનિક સંસદ સભ્ય પાસેથી કૂપનો લેવી પડતી હતી.એક સાંસદને ફક્ત 25 કૂપનો જ અપાતી હતી એની સામે દેશની આમ જનતા હેરાન થતી હતી.અમુક કિસ્સામાં તો સાંસદ સભ્યો એ કૂપનો જ વેચીને રોકડી કરી લેતા હતા.તેની સામે નરેન્દ્ર મોદીએ દેશની 5 કરોડ જનતાને ગેસ કનેક્શન આપવાનું પગલું ભર્યું.ભૂતકાળમાં કોંગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધીએ જ કબુલ્યું હતું કે હું 1 રૂપિયો મોકલું છું તો એ ગામડા સુધી પહોંચતા 20 પૈસા થઈ જાય ે.જ્યારે અયારે દેક યોજનાના લાભાર્થીના 100% રૂપિયા એમના જ ખાતાાં પડે છે,એટલે કોંેસના વડા પ્રધાને ઉઠાેલો પ્રનનું નિરાકરણ નરેન્દ્ર મોદીએ લાયું એટલે કોંગ્રેસે મોદીનો આભાર માનવો જોઈએ.જ્યારે ાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં પેહલા ગેસ ઉદ્યોગોને પછી ગેસ પમ્પોને અને છેલ્લે વધે ત્યારે જનતાને અપાતો હતો,જ્યારે અત્યારે નરેન્દ્ર મોદીએ એ ક્રમ ઉલટો કરી પેહલા જનતાને પછી ગેસ પમ્પોને અને છેલ્લે ઉદ્યોગોને અપાય છે.
બોક્સ:કાર્યક્રમમાં ખાલી ખુરશીઓ ભાજપમાં ચિંતાનો વિષય
આ કાર્યક્રમમાં જનમેદની ની જગ્યાએ બસ ખાલી ખુરશીઓ જ નજરે પડતી હતી.એક બાજુ સરદાર એકતા યાત્રાનો ફ્લોપ સો અને ીજી બાુ ગેસ રોજેકટ જેવા મહત્વના કાર્યક્રમમાં પાંખી હાજરી ભાજપ માટે ચિંતાનો વિષય બની હતી.
બોક્સ:રાજપીપળા પાલિકા પ્રમુખને પણ નીચે સ્થાન
આજના આ ગેસ પ્રોજેક્ટના કાર્યક્રમમાં મંત્રી પરસોત્તમ રૂપાલા,મનસુખ વસાવા તથા ગુજરાત ગેસના CEO નીતિન પાટીલ સ્ટેજ પર બિરાજમાન હતા.જ્યારે રાજપીપળાના પ્રથમ નાગરિક એવા પાલિકા પ્રમુખને સ્ટેજની નીચે સ્થાન અપાયું હતું.તેઓ પણ સ્ટેજ પર સ્થાન મેળવવા ખરેખર હકદાર હતા.છતાં ભાજપ ના કાર્યક્રમો માં એમના સ્થાન ની કોઈ ગણના નથી થતી ત્યારે એમ લાગે કે ગુજરાત યુનિવર્સીટી ના સેનેટ સભ્ય તરીકે સુરત જેવા મોટા શહેર માં બહુમાન મેળવનારા આ મહિલા પ્રમુખ ની ગણના જાણે ઘર કી મુરઘી દાલ બરાબર ગણાતી હોય તો પક્ષ માટે ચિંતાનો વિષય કહી શકાય
બોક્સ:નર્મદા જિલ્લાના(રાજપીપળા)ભૌગોલિક વિસ્તારો ના ભૌગોલિક વિસ્તારોને સીજીડી સેક્ટરમાં ચાર અલગ અલગ સેગમેન્ટ્સમાં નેચરલ ગેસનો ઉપયોગ કરી શકાશે–જેમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ(સીએનજી) મુખ્યત્વે ઓટોમોબાઈલ ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાય છે બીજો ઘરોમાં પાઇપલાઈનથી નેચરલ ગેસ (પી.એન.જી.)નો ઈંધણ તરીકે ઉપયોગ થાય છે જયારે ત્રીજો વ્યાવસાયિક અને ઔદ્યોગિક ક્ષેત્ર માં ઉપયોગમાં આવે છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






