કોંગ્રેસ માટે એક વધુ માઠા સમાચાર : ‘સાઈકલ’એ પણ છોડ્યો સાથ

0
6

લખનઉ,તા.૬
આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીમાં જાડાયેલી કોંગ્રેસ માટે એક વધુ ખરાબ સમાચાર છે. મધ્યપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી બાદ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ પણ કોંગ્રેસને ઝટકો આપ્યો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે જાહેરાત કરતા જણાવ્યું કે તેમની પાર્ટી મધ્યપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી અને ગોંડવાની ગણતંત્ર પાર્ટી સાથે ગઠબંધન કરશે. અખિલેશ યાદવે જણાવ્યું કે કોંગ્રેસે ઘણી રાહ જાવડાવી અને હવે તે રાહ જાઈ શકશે નહીં. છત્તીસગઢમાં પણ બહુજન સમાજ પાર્ટી અને ગોંડવાની ગણતંત્ર પાર્ટી સાથે વાત કરશે.
એલાન દરમિયાન અખિલેશ યાદવે જણાવ્યું કે રાજકારણમાં કોઇ કોઈની રાહ નથી જાતું. અમે કિયા સુધી તેમની રાહ જાઇએ. જા કે, તેઓ લોકસભા ચૂંટણીમાં ગઠબંધન કરશે કે નહીં, આ બાબતે તેમણે કંઇ જણાવ્યું નથી. આ અગાઉ બસપા સુપ્રીમો માયાવતીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી એલાન કર્યું હતું કે તેમની પાર્ટી કોંગ્રેસ સાથે મળીને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી નહીં લડે.
સાથે માયાવતીએ કોંગ્રેસ પર હુમલો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ તેમની પાર્ટીના અસ્તિત્વને ખતમ કરવા માંગે છે. જા કે, તેમણે એમ પણ જણાવ્યું કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઇચ્છતા હતા કે બસપા સાથે ગઠબંધન થાય, પરંતુ દિગ્વિજય સિંહ અને અન્ય ઘણા નેતાઓ ઇચ્છતા ન હતા કે બસપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY