મુંબઈ,તા.૬
મોખરાના કલાકાર રાજકુમાર રાવે પોતાની આગામી ફિલ્મ મેડ ઇન ચાઇના શરૃ કરી હોવાની જાણકારી મળી હતી. આ વરસે એની એક સાથે ચાર ફિલ્મો રજૂ થઇ હતી જેમાં છેલ્લી ફિલ્મ સ્ત્રી પહેલીવાર બનેલી હોરર કોમેડી જેનરની હોવા છતાં બોક્સ આૅફિસ પર ૧૦૦ કરોડનો આંક વટાવી ગઇ હતી.
મેડ ઇન ચાઇનામાં એક સંઘર્ષશીલ ગુજરાતી વેપારીની કથા છે જે અથાક પુરુષાર્થ પછી કામિયાબ નીવડે છે. રાજકુમાર રાવે કહ્યું કે આ એક અન્ડર ડાગ કહેવાય એવો ગુજરાતી વેપારી છે. સતત સંઘર્ષ દ્વારા એ સફળ થાય છે એવી કથા આ ફિલ્મમાં છે.
આ ફિલ્મમાં એની સાથે આગેવાન કોમેડિયન પ્લસ ચરિત્ર નટ બોમન ઇરાની અને ટીવી સ્ટાર મટીને બોલિવૂડની અભિનેત્રી બનેલી મૌની રાય ચમકી રહ્યાં છે.
રાજકુમાર રાવે કહ્યું કે અગાઉ એવી પરિસ્થિતિ હતી કે હું મારી સામે આવે એ બધી સ્ક્રીપ્ટ સ્વીકારી લેતો હતો. હવે એવું નથી. હવે મને સ્ક્રીપ્ટ પસંદ કરવા જેટલી સફળતા મળી ચૂકી છે. હવે મારી સમક્ષ આવતી સ્ક્રીપ્ટ્સની ગુણવત્તા ચકાસીને મને પાત્ર ગળે ઊતરે તો જ હું એનો સ્વીકાર કરું છું. માત્ર કરવા ખાતર ફિલ્મો કરતો નથી. સંઘર્ષના દિવસોમાં દરેક કલાકાર આવુ કરતો હોય છે. જે ફિલ્મ મળે તે સ્વીકારી લે. કામિયાબ નીવડે પછી એ સમજી વિચારીને સ્ક્રીપ્ટ સ્વીકારતો થાય. મારી પોઝિશન હવે એવી થઇ છે કે હું ન ગમતી સ્ક્રીપ્ટની ના પાડી શકું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



