જેકેટ સમગ્ર શરીરને સુરક્ષિત રાખશે
ન્યુ દિલ્હી,તા.૧૭
જમ્મુ-કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનાઓને જોઇ ગૃહમંત્રાલયે જવાનોને ફૂલ બાડી પ્રાટેક્ટર્સ (આખા શરીરની સુરક્ષા જેકેટ) આપવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ અનુસાર, જવાનોને એવો સૂટ આપવામાં આવશે જેના પર ના તો પથ્થર કે ના પેટ્રાલ બામ જેવા હથિયારોથી નુકશાન થશે. આ ખાસ સૂટથી જવાનોની છાતી, ખભા, ઘૂંટણ સહિતના અન્ય ભાગો સુરક્ષિત રહેશે.
પેરામિલિટ્રીના જવાનો માટે ગૃહ મંત્રાલયે જે સૂટની મંજૂરી આપી છે તે માઇનસ ૨૦ ડિગ્રીથી લઇને ૫૫ ડિગ્રી સુધીના તાપમાનમાં કામ કરશે. આના પર કેરોસીન, પેટ્રાલ, ડિઝલ જેવા કેમિકલની અસર નહીં થાય.
એક અધિકારી અનુસાર, ખાસ કરીને પથ્થરમારની ઘટનાઓના કારણે આવા બાડી સૂટની જરૂર અનુભવાઇ છે. માત્ર આ વર્ષે ૧૬ મે સુધી પથ્થરમારામાં ૬૦૦ ઘટનાઓ જમ્મુ-કાશ્મીરમાં નોંધાઇ છે જ્યારે ૨૦૧૬માં ૨૮૦૮, ૨૦૧૭માં ૧૧૯૮ વાર સુરક્ષાદળો ઉપર પથ્થરમારો કરવામાં આવી ચૂક્યો છે.
નવો સૂટ સ્માલ, મીડિયમ અને લાર્જ, ત્રણેય સાઇઝમાં આવશે અને આનુ વજન લગભગ ૬ કિલો હશે, આ સૂટની લાઇફ ૬ વર્ષની રહેશે. મોટાભાગે પથ્થરમારાની ઘટનાઓમાં સીઆરપીએફના જવાનોના ચહેરા, પગ અને ગર્દન પર ઇજા પહોંચે છે. ઘણીવાર સારવાર માટે સર્જરીની પણ જરૂર પડે છે.
વળી, ૨૮ જૂનથી શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રાને જોતા ઘાટીમાં સીઆરપીએફ અને બીએસએફના જવાનોને મોકલવામાં આવી રહ્યાં છે.
અધિકારીઓ અનુસાર, ૪૦ હજાર જવાનો રૂટની સુરક્ષા માટે તૈનાત રહેશે. અમરનાથ યાત્રા માટે આ વર્ષે ૩ લાખ ભક્તો પહોંચવાની આશા છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



