કોંગ્રેસના નેતાઓ મોદી પર વ્યકિતગત હુમલો કરી ભાજપની જીત આસાન કરી નાંખે છે…!!?

0
7

બફાટ કે બબડાટ કરવો એ રાજકારણની જૂની તાસીર છે. ઘણા રાજકારણીઓ બાફવા માટે વિખ્યાત કે કુખ્યાત હોય છે. સામાન્ય રીતે બબડાટ કરનારા રાજકીય નેતાઓ ચૂંટણી ટાણે કે ચૂંટણી પૂર્વે ઈરાદાપૂર્વક બબડાટ કરીને રાજકીયક્ષેત્રે હોબાળો મચાવીને પોતે પ્રસિદ્ધિમાં રાચવા માગતા હોય છે. તેમને પોતાનાં આવાં કૃત્યની પક્ષની પ્રતિષ્ઠા પર કેવી માઠી અસર પડશે કે પ્રતિમા ખરડાશે એની દરકાર હોતી નથી અથવા તેઓ દરકાર સુધ્ધાં કરતા નથી. આવા એક કાંગ્રેસી નેતા મણિશંકર ઐયર છે.
૨૦૧૪ ચૂંટણીઓ દરમિયાન તેમણે નરેન્દ્ર મોદીને ‘ચા વાલા’ કહેલા. આથી વાતાવરણમાં ગરમાટો આવી ગયેલો. ગુજરાતની ચૂંટણી વખતે પણ આ મહાશયે બીજીવાર જીભને છૂટ્ટી મૂકી દઈને વડા પ્રધાન મોદીને ‘નીચ આદમી’ તરીકે ઓળખાવેલા.
હવે એઆઈસીસીના મહામંત્રી અને રાજસ્થાન કાંગ્રેસના એક અગ્રણી નેતા ડા. સી. પી. જાશીએ ‘હિન્દુત્વ’ વિશે અર્થહિન વાણીવિલાસ કરીને વિવાદના મધપૂડાને લાકડી મારીને છેડ્યો છે. જાશીજીએ કહ્યું ‘હિન્દુત્વની વાત માત્ર બ્રાહ્મણો જ કરી શકે. મોદી અને ઉમા ભારતી નહીં.’
જાશીજી તેમના બબડાટને આગળ ચલાવતા કહે છેઃ ‘તેઓ કહે છે કે કાંગ્રેસી હિન્દુ ન હોઈ શકે. આવું સર્ટિફિકેટ આપવાની સત્તા તેમને કોણે આપી? શું તેમણે યુનિવર્સિટી ખોલી છે? ધર્મ વિશે જા કોઈ જાણતું હોય તો માત્ર પંડિતો/ બ્રાહ્મણો છે. તેઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. ઉમા ભારતી લોધી છે અને તે હિન્દુત્વની વાતો કરે છે, મોદીજી હિન્દુત્વ વિશે બોલે છે. હિન્દુત્વ વિશે માત્ર બ્રાહ્મણો જ બોલી શકે. દેશ ગેરમાર્ગે દોરવાઈ રહ્યો છે. ધર્મ અને વહીવટ- બંને અલગ બાબતો છે. દરેકને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે.’
સી. પી. જાશી મણિશંકર ઐયર જેટલા પણ જાણીતા નથી એટલે આ શકિતશાળી શખ્શિયત વિશે જાણીએ. તેમણે આ બબડાટ તેમના હોમટાઉન નાથદ્વારામાં કર્યો. ૧૯૭૦ના દાયકામાં રાજકીય કારકિર્દીના શ્રી ગણેશ કરનારા જાશીજી શ્રીનાથજીના પવિત્ર ધામ અને ગામ નાથદ્વારામાંથી પહેલીવાર વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા અને રાજસ્થાનની આગામી ચૂંટણીઓમાં પણ તેઓ નાથદ્વારામાંથી જ ચૂંટણી લડવાના છે. ચારવાર વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા જાશીનું હજુ હમણાં સુધી- તેઓ કાંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના વિશ્ર્વાસુ માણસ હતા. એવું પણ કહેવાય છે કે રાહુલ ગાંધી જાશીજી પાસેથી રાજકારણના પાઠ શીખતા હતા. પરંતુ હવે તેઓ રાહુલ ગાંધીની ખફગીનો ભોગ બન્યા છે.
જાશીજીએ સર્જેલી તારાજીનો તાગ મેળવી ચૂકેલા રાહુલ ગાંધીએ ખેદ વ્યક્ત કર્યો. એની સાથે થોડા વખતમાં જાશીજીનું પણ ખેદ વ્યક્ત કરતું નિવેદન બહાર પડ્યું.
જાશીજીની પ્રકૃતિ એમના રાજકીય ગુરુ મોહનલાલ સુખડિયા કરતા તદ્દન જુદી છે. ભૂતપૂર્વ કાંગ્રેસી મુખ્યપ્રધાન સુખડિયા લગભગ ‘મૌન’ જ રહેતા. એનું એક અને એકમાત્ર કારણ તેઓ હંમેશા પાન ખાતા. એમના મોમાં રહેલું પાન એમનું મોઢું બંધ રાખતું. હિન્દી ફિલ્મ ‘મકબૂલ’ના મુખ્ય અભિનેતા પંકજ કપૂરનો એક ડાયલોગ ઘણાને યાદ હશેઃ ‘ગિલોરી ખાયા કરો મિયાં, જુબાન કાબૂમાં રહેતી હૈ.’
જાશીજી મૂળ તો પ્રાધ્યાપક હતા. એક કહેવત છે કે તમે પ્રોફેસરને રાજકારણી બનાવી શકો, પરંતુ રાજકારણીમાંથી પ્રાધ્યાપકને બહાર કાઢી ન શકો.
હાંસિયામાં ધકેલાઈ ગયેલા જાશીજીએ પોતાનું નુકસાન સૌથી વધુ કર્યું છે. માત્ર કાંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકાર જ રામ મંદિર બાંધી શકશે એવી એમની દલીલ કે મનનો તરંગ કદાચ રાહુલ ગાંધીનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ હોઈ શકે છે.
જૂની કાંગ્રેસી બાટલીમાંના જીનને જાશીજીએ બહાર કાઢીને ખોટો વિવાદ ભડકાવ્યો છે. ભવિષ્યમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન બનવાના સપાનાને તેમણે પોતે જ રોળી નાખ્યું છે. પોતે હંમેશાં તર્કબદ્ધ વાત કરતા હોવાનું માનતા જાશીજીએ તેમનું મનપસંદ ગીત ‘દિલ ઐસા કિસીને મેરા તોડા…’ ગાવાનો વારો આવ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY