શિવસેનાને રામ મંદિર બને તેમાં રસ છે કે ભાજપની ટીકા કરવામાં…!!?

0
11

લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ અયોધ્યામાં રામમંદિરના નિર્માણનું કોરસ જાર પકડતું જાય છે. ભાજપના માઈબાપ જેવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે દશેરાના દાડે રામમંદિરનો મુદ્દો ઉઠાવ્યો ને સંઘના વડા મોહન ભાગવતે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે જરૂરી કાયદો બનાવવાની રેકર્ડ વગાડી હતી. એ પછી શિવસેના પણ રામમંદિર મામલે મેદાનમાં આવી ગઈ. મોહન ભાગવતે તો રામમંદિરનો મમરો મૂકીને રાત ગઈ, બાત ગઈ સમજીને એ વાતને ભુલાવી દીધી પણ શિવસેના ખાઈખપૂચીને આ મુદ્દે મચી પડી છે.
ઉદ્ધવે મુંબઈના શિવાજી પાર્કમાં દશેરાના ટાણે શિવસેનાની રેલીમાં એલાન કરેલું કે કે, પોતે આવતા મહિને અયોધ્યા જશે ને સાધુ-સંતોને મળીને રામમંદિર મામલે શું કરવું એની ચર્ચા કરશે. ઉદ્ધવ ૨૫ નવેમ્બરે અયોધ્યા જશે તેવી જાહેરાત પણ કરાયેલી. ઉદ્ધવે એ વચન પાળ્યું છે ને આજે શનિવારે એટલે કે ૨૪ નવેમ્બરે પોતે અયોધ્યા જાય ત્યારે બરાબર તામઝામ થાય ને કોઈ કસર ના રહે તે માટેનો પાકો બંદોબસ્ત ગોઠવી દીધો છે. એ માટે ગુરૂવારે જ મુંબઈથી શિવસૈનિકોને અયોધ્યા રવાના કરી દેવાયા. આ શિવસૈનિકો અયોધ્યામાં હાજર હોય તો ઉધ્ઘવની અયોધ્યામાં પધરામણી થાય ત્યારે ભવ્ય સ્વાગત થાય ને જામો પડી જાય એ પણ ગણતરી છે. હજારો શિવસૈનિકો અયોધ્યામાં હાજર હોય તો ભાડાના માણસો ના લાવવા પડે ને શું કરવાનું છે એ પણ સમજાવવું ના પડે. ઉદ્ધવની સાથે જવા માટે પાછી શિવસૈનિકોની બે ટ્રેનો બુક કરાવાઈ છે. એક ટ્રેન મુંબઈથી ઉપડી છે ને બીજી ટ્રેન નાશિકથી રવાના થઈ છે. આ બધા શિવસૈનિકો પણ ઉદ્ધવની આજે પધરામણી થાય તે પહેલાં અયોધ્યા પહોંચી જશે તેથી ભીડમાં કોઈ કસર નહીં રહે. પહેલાં એવી વાત આવેલી કે, શિવસેના શનિવારે અયોધ્યામાં રેલી કરશે પણ હવે શિવસેનાએ જાહેર કર્યું છે કે, રેલીની વાતમાં દમ નથી ને ઉદ્ધવ તો ખાલી સંતો સાથે સંવાદ કરવાના છે.
ઉદ્ધવે પોતે પણ બરાબર જમાવટ થાય ને પોતાની અયોધ્યા યાત્રા પૂરી થાય ત્યાં લગી પોતે દેશભરના મીડિયામાં છવાયેલા રહે તેની પૂરી વ્યવસ્થા કરી છે. એક તરફ ઉદ્ધવે છત્રપતિ શિવાજી મહારાજના જન્મસ્થળ શિવનેરી કિલ્લાની મુલાકાત લીધી ને ત્યાંથી માટી લીધી. હવે એ માટી ઉદ્ધવ અયોધ્યામાં લઈ જશે ને રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં એ માટી નાંખશે. બીજી તરફ સંજય રાઉત સહિતના ઉદ્ધવના પોઠિયા પણ મચી પડ્યા છે ને રામમંદિર મુદ્દે ભાજપની ઢોકળી ધોવા માંડી છે. રાઉતે તો ખોંખારો ખાઈને એવું પણ કહ્યું કે, અમને બાબરી મસ્જિદને જમીનદોસ્ત કરવામાં ૧૭ મીનિટ લાગી હતી તો રામમંદિરનો કાયદો બનાવવામાં કેટલાં વરસ લાગે? શિવસેનાના મુખપત્ર સામનામાં પણ રામમંદિરનો મુદ્દો છવાયેલો છે ને ભાજપની મારી શકાય એટલી મેથી મારવામાં આવી રહી છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર છે ને ભાજપ શિવસેનાને સારી રીતે ઓળખે છે. શિવસૈનિકોને છૂટો દોર મળે તો એ લોકો અયોધ્યામાં રમખાણો કરાવી દે તેની ભાજપને ખબર છે ને ભાજપને અત્યારે એ પરવડે એમ નથી તેથી યોગી આદિત્યનાથની સરકારે અયોધ્યામાં પોલીસનો ખડકલો કરી દીધો છે. શિવસૈનિકો કોઈ ઉધામા ના કરે એટલા માટે ભાજપ સરકારે બે આઈપીએસ અધિકારીઓને ખાસ તૈનાત કર્યા છે. આ બધા શિવસૈનિકો મહારાષ્ટ્રથી આવી રહ્યા છે તેથી તેમને કોઈ ઓળખતું નથી એટલે તેમને બીજી કોઈ ચિંતા નથી. એ લોકો છમકલાં કરીને છૂ થઈ જાય ને પછી ભાજપ સરકારે ભોગવવું પડે એ જાતાં ઉત્તર પ્રદેશ સરકાર સતર્ક રહે એ બરાબર પણ છે.
આ બધી ધમાધમીના કારણે અયોધ્યામાં હમણાં તણાવનો માહોલ છે ને શનિવારે શું થશે તેના પર સૌની નજર છે. જા કે આમ તો ઝાઝી ચિંતા કરવાની જરૂર નથી કેમ કે શિવસેના જે કંઈ ધમપછાડા કરી રહી છે એ રામમંદિર બાંધવા માટે નથી પણ ભાજપને બિવડાવવા ને હુલ આપવા માટે જ છે. શિવસેના ભાજપ સરકારમાં ભાગીદાર બની એ દાડાથી ભાજપ સામે બખાળા કાઢ્યા કરે છે. બલ્કે ભાજપને ભાંડવાની એક પણ તક એ છોડતી નથી. જે મુદ્દો હાથ લાગ્યો એ મુદ્દે એ તૂટી પડે છે પણ કશું કરતી નથી. વારંવાર ભાજપથી છૂટાછેડા લેવાની ધમકી આપી ને બીજું પણ ઘણું કહ્યું પણ એ છતાં નથી એ ભાજપનો સાથ છોડતી કે નથી સરકારમાંથી અલગ થતી.
રામમંદિર મુદ્દો પણ તેના માટે ભાજપનો ભાંડવાનો એક મુદ્દો જ છે ને તેનાથી વધારે કંઈ નથી. શિવસેનાને હિંદુત્વનો ઉભરો આવી ગયો છે ને રામમંદિર બાંધી દેવાનું ઝનૂન તેને ઉપડ્યું છે એવું કોઈ માનતું હોય તો એ ખાંડ ખાય છે. શિવસેનાને ભાજપની બજાવવામાં રસ છે ને રામમંદિરનો મુદ્દો એવો છે કે જે મુદ્દે ભાજપની બરાબરની બજાવી શકાય છે.
ભાજપ રામમંદિરના નામે લોકોને વરસોથી બેવકૂફ બનાવે છે પણ કશું કરતો નથી. દર ચૂંટણીમાં ભાજપ કોઈને ને કોઈને આગળ કરીને રામમંદિરનો મુદ્દો ચગાવે છે. તેનો ભરપૂર રાજકીય લાભ લે છે ને પછી રાત ગઈ બાત ગઈ.. ભાજપ છેક ૧૯૮૦ના દાયકાથી આ ખેલ કરે છે. એ વખતે ભાજપે વિશ્ર્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળ જેવાં રાજકીય સંગઠનોને આગળ કરીને દેશભરમાં શિલાપૂજનનો કાર્યક્રમ કરાવેલો. અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટેની ઈંટોની પૂજા એ વખતે કરાવાયેલી. ભાજપને તેનો જારદાર રાજકીય ફાયદો મળ્યો અને ૧૯૮૪માં બે બેઠકો પરથી ભાજપ સીધો ૧૯૮૯માં ૧૨૦ બેઠકો પર પહોંચી ગયેલો.
કેન્દ્રમાં સત્તા લગી પહોંચવા માટે આ બેઠકો પૂરતી નહોતી એટલે લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યાની રથયાત્રા ૧૯૮૯માં કાઢીને દેશભરમાં રામમંદિરના નામે ઉન્માદ પેદા કરેલો. અડવાણીની ધરપકડ થઈ તેમાં વી.પી. સિંહની સરકાર ગબડી પણ ભાજપનાં નસીબ કાઠાં કે, ૧૯૯૧ની ચૂંટણી પહેલાં બોમ્બ બ્લાસ્ટમાં રાજીવ ગાંધી ગુજરી ગયા. કાંગ્રેસને સહાનુભૂતિનો લાભ મળ્યો ને નરસિંહરાવની સરકાર બની. ભાજપે ફરી રામમંદિરનો મુદ્દો ચગાવીને કારસેવાનો કાર્યક્રમ રાખ્યો. એ વખતે હઈસો હઈસો ચાલ્યું તેમાં ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ તૂટી ગઈ. ભાજપના નેતાઓ તેના કારણે ફફડી ગયેલા પણ રામમંદિરના નામે મળતો રાજકીય લાભ લેવાનો મોહ છૂટતો નહોતો એટલે દબાતા અવાજે તેમણે રામમંદિરનો રાગ તો છેડ્યા જ કર્યો પણ કશું નક્કર કર્યું નથી. પહેલાં એ લોકો ઉત્તર પ્રદેશમાં સત્તા મળે તો રામમંદિર બનાવવાની વાતો કરતા. પછી કેન્દ્રમાં સત્તા મળે તો રામમંદિર બનાવવાની વાતો કરતા. હવે કેન્દ્રમાં સત્તા મળી પછી પણ કશું ના કર્યું તેમાં શિવસેનાને એ તક મળી ગઈ છે.
રામમંદિરના મામલે શિવસેનાનું વલણ ભાજપ કરતાં વધારે સ્પષ્ટ છે ને વધારે મર્દાનગીભર્યું પણ છે. ભાજપે રામમંદિરનો મુદ્દો ચગાવ્યો ને બાબરી મસ્જિદ તૂટી ત્યારે એ ફસકી ગયેલા. એ વખતે બાળાસાહેબ ઠાકરેએ વટભેર મસ્જિદ તૂટી તેની જવાબદારી લીધેલી. ભાજપ કરતાં શિવસેનાનું પલ્લુ એ રીતે ભારે કહેવાય. બાબરી મસ્જિદના ધ્વંશ પછી ભાજપના નેતાઓ રામમંદિરના મામલાથી દૂર ભાગતા રહ્યા છે ને કોઈ નક્કર કાર્યક્રમ જ આપ્યો નથી. એ લોકો થૂંક ઉડાડવા વાતો બહુ કરે છે પણ કશું કરતા નથી. હવે તો એ લોકો એ હદે આવી ગયા છે કે, રામમંદિરના નિર્માણની ઝુંબેશ ભાજપની હતી જ નહીં પણ વિશ્ર્વ હિંદુ પરિષદની હતી. આ વાત ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યે કરી છે. ભલા માણસ, એ ઝુંબેશ ભાજપની નહોતી તો લાલકૃષ્ણ અડવાણી શું કામ રથમાં બેસીને સોમનાથથી અયોધ્યાની યાત્રા પર નિકળેલા? ભાજપે બાયલાપણાની તમામ હદો વટાવી દીધી છે તેનો આ પુરાવો છે.
શિવસેનાને રામમંદિરના મામલે ભાજપના બાયલાપણાની ખબર પડી ગઈ છે તેથી એ તેને ઘોંચપરોણા કર્યા કરે છે. તેનું કારણ એ પણ છે કે, શિવસેના કદી કેન્દ્રમાં સરકાર રચવાની નથી કે ઉત્તર પ્રદેશમાં પણ કદી તેની સરકાર બનવાની નથી. આ કારણે રામમંદિર બનાવવાની સીધી જવાબદારી તેના માથે કદી આવવાની નથી. આ કારણે શિવસેના કૂદાકૂદ કરે છે ને ભાજપની બજાવે છે.
આ રીતે જાઈએ તો શિવસેનાના ધખારા બહુ મહત્વના નથી પણ એક બીજી રીતે ઉદ્ધવની અયોધ્યા યાત્રા મહત્વની છે. ઠાકરે ખાનદાન અત્યાર લગી માતોશ્રીમાં બેસીને રાજકારણ રમતો રહ્યો છે. બાળાસાહેબ ઠાકરે કદી માતોશ્રીની બહાર ના નિકળ્યા છતાં તેમનો જારદાર વટ રહ્યો. હવે એ વટ ઓસરવા માંડ્યો છે ત્યારે ઉદ્ધવે લોકો વચ્ચે જવા કમર કસી છે. ઉદ્ધવની આ પહેલ કેવો રંગ લાવે છે એ જાઈએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY