મુંબઈ,તા.૨૪
ડાન્સર શકિત મોહન અત્યારે ડાન્સ પ્લસ ફોરમાં કન્ટેસ્ટન્ટ્સને મેન્ટર કરી રહી છે. પણ, તે રેમો ડિસોઝાની નેક્સ્ટ ફિલ્મ ‘એબીસીડી-૩’થી એક્ટિંગ ક્ષેત્રે પણ આવવા જઇ રહી છે. તાજેતરમાં આ ડાન્સ રિઆલિટી શોનો એપિસોડ શૂટ કરાયો હતો. જેમાં સુપર જજ રેમો સ્ટેજ સુધી આવીને શકિતને સરપ્રાઇઝ આપે છે. તે શકિત ને તે જ સમયે ન્યૂઝ આપે છે કે તે નેક્સ્ટ ફિલ્મમાં કાસ્ટ કરાઇ છે. રેમોએ કહ્યું હતું કે, ‘બધાને ખ્યાલ છે કે ધર્મેશ યેલાંદે, પુનિત પાઠક અને રાઘવ જુયાલ મારી નેક્સ્ટ ડાન્સ ફિલ્મનો ભાગ છે. આ ફિલ્મને અમે ટૂંક સમયમાં શૂટ કરવાનું શરૂ કરીશું. પણ આ કાસ્ટની સૌથી અગત્યની વ્યકિત શકિત મોહન રહેશે. તે પણ આ ફિલ્મનો અગત્યનો ભાગ રહેશે.
આ સરપ્રાઇઝથી એક્સાઇટ થઇને શકિત જણાવ્યું હતું કે, ‘હું હંમેશાથી આ તકની રાહ જાતી હતી. મને આજે આ તક સામે ચાલીને મળી છે. હું ખૂબ જ ખુશ છું. મેં રેમો સર સાથે હંમેશા કામ કર્યું છે અને તેમની સાથે એક ફિલ્મમાં કામ કરવું ખૂબ જ રસપ્રદ રહેશે. હું શૂટિંગ શરૂ થાય તેની આતુરતાથી રાહ જાઇ રહી છું. આ પછી રેમો ડિસોઝાએ એ પણ જાહેરાત કરી કે ડાન્સ પ્લસ ફોરની કન્ટેસ્ટન્ટ વર્તિકા ઝા અને આ શોનું જે કોઇ વિજેતા બને તે પણ આ ફિલ્મમાં જાવા મળશે. રેમે કહ્યું કે, ‘મેં શકિતને ઘણાં સમય પહેલા વચન આપ્યું હતું કે હું તેને લોન્ચ કરીશ. આ ફિલ્મ મને આના માટે પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી લાગી. હું આ ફિલ્મથી શકિત અને વર્તિકાને લોન્ચ કરી રહ્યો છું. આ બન્નેના પરફોર્મન્સીસ મને ખૂબ જ ગમ્યા છે. અત્યારથી વધારાની માહિતી આપવી ખૂબ જ જલદી કહેવાશે પણ ડાન્સ પ્લસ પૂરું થાય કે તરત જ અમે પંજાબમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દઇશું. આ ઉપરાંત આવતા વર્ષે આ ફિલ્મનું ઘણો મોટો ભાગ લંડનમાં પણ શૂટ થવાનો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





