કોંગ્રેસ ચારિત્ર્‌યને લઇને દુવિધામાં

0
223

કોઇની તીર્થયાત્રા પર જવાની બાબત વિચિત્ર બાબત હોતી નથી. સાથે સાથે આવી યાત્રા પર જવાને લઇને કોઇ પણ પ્રકારના મંથન થાય તે પણ યોગ્ય નથી. પરંતુ જ્યારે ધર્મ અને રાજનીતિને લઇને દિન પ્રતિદિન વિવાદ અને ચર્ચા જારી છે ત્યારે આને લઇને ચર્ચા થાય તે સ્વાભાવિક છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કેલાશ માનસરોવરની યાત્રાએ પહોંચ્યા છે. આવી સ્થતીમાં તેમની યાત્રાના રાજકીય અર્થ તો ચોક્કસપણે કાઢવામાં આવનાર છે. પાર્ટી એમ કહીને બચી શકે નહી કે રાહુલની ધાર્મિક ગતિવિધી તેમના અંગત મામલા તરીકે છે.

જાહેર જીવન જીવનાર કોઇ પણ વ્યક્તના જાહેર રીતે કરવામાં આવતા કામ અંગત કાર્યક્રમ રહી જતા નથી. જેથી રાહુલની કેલાશ માનસરોવરની યાત્રા પણ એ બાબત દર્શાવવાના પ્રયાસ તરીકે છે કે કોંગ્રેસ પાર્ટી હિન્દી વિરોધી પાર્ટી તરીકે નથી. જેમ કે ભાજપ દ્વારા કોંગ્રેસને હિન્દુ વિરોધી પાર્ટી તરીકે ગણાવવાના પ્રયાસો થતા રહ્યા છે. ભાજપને એમ કરવાથી ફાયદો થઇ રહ્યો હોય તેમ બની શકે છે. આવી સ્થતીમાં તેનો સામનો કરવા માટે કોંગ્રેસને આ પ્રકારના પ્રયાસ કરવાથી ટક્કર મળી શકે છે. આ એવો પ્રશ્ન છે જેનો સરળ જવાબ છે કે કોંગ્રેસને કોઇ ફાયદો થનાર નથી. દેશની સૌથી મોટી અને જુની પાર્ટી કોંગ્રેસની પ્રતિષ્ઠા આજે ભારે દુવિધાગ્રસ્ત બની ગઇ છે. કોંગ્રેસ પાર્ટી આજે પોતાના ચારિત્ર્‌યને લઇને જે રીતે દુવિધાભરી સ્થતીમાં છે તેવી દુવિધાભરી સ્થતીમાં અગાઉ ક્યારેય ન હતી. કારણ માત્ર પોતાના સિદ્ધાંતો પરથી ઉતરી જવાની બાબત છે. કોંગ્રેસના પ્રમુખ તરીકે રહેતા મહાત્મા ગાંધી, સુભાષ ચન્દ્ર બોસ, સરદાર વલ્લભભાઇ પટેલ, અબુલ કલામ, મદનમોહન માલવીય, રાજેન્દ્ર પ્રસાદ અને સરોજની નાયડુ જેવા લોકોને ક્યારેય આવા દેખાવા કરવાની જરૂર પડી ન હતી. છતાં સમગ્ર દેશના લોકો કોંગ્રેસની સાથે રહ્યા હતા.

મહાત્મા ગાંધીની તો બાબત જ એવી હતી કે કોઇ સરળતાથી તેમને કટ્ટર ગણી શકતા હતા. પરંતુ એમ માની શકાય નહી. કટ્ટર હિન્દુ તેમને મુસ્લમ તરફેણ કરનાર વ્યક્ત અને કટ્ટર મુસ્લમ તેમને હિન્દુ નેતા તરીકે ગણતા જ રહી ગયા હતા. રાજનીતિમાં કોંગ્રેસ પાર્ટીમાં સર્વ ધર્મ સમભાવની જે ભાવના રહી ચુકી છે તે ભાવના અન્ય પાર્ટીમાં તો ક્યારેય હોઇ શકે તેમ નથી. કોંગ્રેસ પાર્ટીએ ખુબ સમજીને પોતાનુ ચારિત્ર્‌ય એ રીતનુ બનાવ્યુ હતુ કે તે દેશને એક કરીને આગળ લઇ જવામાં કામ કરી શકે. સ્વતંત્રતા બાદ કોંગ્રેસની સરકારોએ પણ આને જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. ક્યારેક ક્યારેક હિન્દુ સમુદાયને પ્રભાવિત કરવાના પ્રયાસ થતા દેખાયા છે પરંતુ તેની છાપ કોઇ ધર્મ વિશેષને લઇને રહી નથી. રાજીવ ગાંધી પ્રથમ વખત અયોધ્યા વિવાદમાં હિન્દુ અને શાહબાનો મામલા સાથે મુસ્લમ કટ્ટરપંથીઓને પોતાની તરફેણમાં કરતા દેખાયા હતા.

આરબીઆઈના કહેવા મુજબ તમામ રૂપિયા પરત આવી ગયા છે. માત્ર ૧૩૦ અબજ રૂપિયાની નાનકડી રકમ સિવાય ૧૫.૪૨ ટ્રિલિયન પૈકીના દરેક રૂપિયા આરબીઆઈમાં પરત આવ્યા છે. તેમને શંકા છે કે, ૧૩૦ અબજની આ રકમ નેપાળ અને ભૂટાનમાં હોઈ શકે છે. કેટલીક રકમ ડિસ્ટ્રોઇ કરી દેવામાં આવી છે. પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે, ત્રણ ટ્રિલિયન રૂપિયા પરત આવશે નહીં. ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ ૯૯.૩ ટકા રકમ બેંકિંગ સિસ્ટમમાં પરત ફરી છે. નોટબંધીના મામલે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જારદાર આક્ષેપબાજીનો દોર જારી થયો છે. ભાજપે આનો બચાવ કર્યો છે તો કોંગ્રેસે તેની ટિકા કરી છે. મોદીની મુશ્કેલી ચોક્કસપણે આ રિપોર્ટના કારણે વધી શકે છે. તેમને કોઇ યોગ્ય જવાબ તૈયાર કરી લેવો પડશે. કારણ કે કોંગ્રેસ આગામી સમયમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને આગામી લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દાને જારદાર રીતે ઉઠાવી શકે છે. ભાજપને જારદાર રીતે આ મુદ્દાના બચાવ માટે મુદ્દા ૈ તૈયાર કરવા પડશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY