જુના મુલ્યો પર કામ જરૂરી

0
184

કોંગ્રેસ પાર્ટી દેશની સૌથી જુની પાર્ટી તરીકે છે. રાજનીતિમાં સર્વ ધર્મ સમભાવની જે ભાવના કોંગ્રેસ પાર્ટીમાં રહી ચુકી છે તે આજે જાવા મળતી નથી. રાજીવ ગાંધીના સમયથી કોંગ્રેસ પાર્ટી ધર્મને રાજનીતિથી અલગ રાખવાના સૈદ્ધાતિક પાટા પરથી ઉતરી ગઇ હતી અને આજ સુધી કોંગ્રેસ પાર્ટી પાટા પર ફરી આવી શકી નથી.

કોંગ્રેસ પાર્ટી પાટા વગર દોડી રહી છે જે ખડી પડવાના ભય હેઠળ છે. હવે રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીમાં નવા પ્રાણ ફુકંવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આના માટે તેમને ભારે મહેનત કરવાની જરૂર છે. ચૂંટણી પહેલા રાહુલ ગાંધી જનેવુધારણ કરીને મંદિરોમાં ફરી રહ્યા છે અને હવે શિવભક્ત બનીને કેલાશ માનસરોવર પહોંચી રહ્યા છે. આ બાબત કોંગ્રેસના કાર્યકરોને સંતોષ આપી શકે છે પરંતુ આ દેખાવા કોંગ્રેસને આવા મોરચા પર ઉભી કરે છે જ્યાં ભાજપ પહેલાથી જ ખુબ મજબુતી સાથે છે અને આ મોરચા પર કોંગ્રેસને કોઇ સફળતા મળી શકે તેમ નથી. રાહુલ ગાંધીને હિન્દુ વિરોધી છાપને દુર કરવા માટે આ મોરચા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે વર્તમાન મોદી સરકારની નિષ્ફળતાઓને લોકો સુધી પહોંચી દેવાના પ્રયાસમાં વધારે સફળતા મળશે.

હિન્દુ રાષ્ટ્રવાદના મુદ્દા પર તો કોંગ્રેસ પાર્ટીને ભાજપની સામે હારનો સામનો જ કરવો પડશે. જેથી આવા સંવેદનશીલ મુદ્દાને ઉઠાવીને ભાજપ સામે લડવાની બાબત કોંગ્રેસ માટે આત્મઘાતી સાબિત થશે. મંદિર અને અન્ય ધાર્મિક સ્થળો પર જવાની બાબત કોઇ રીતે પ્રશ્ન ઉભા કરી શકે નહી પરંતુ હાલમાં કોંગ્રેસ પાર્ટી જે પ્રકારની દુવિધાભરેલી સ્થતીમાં છે તે જાતા તેને આ મોરચે સફળતા મળશે નહી. આમાં ભાજપ ચેમ્પયન તરીકે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં આ વર્ષમાં વિધાનસભાની ચૂંટણી અને આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા રાહુલના મંદિરમાં ફરીને પ્રચાર કરવા અને હિન્દુ તરફેણમાં હોવાના દેખાવા યોગ્ય સાબિત થશે નહી. તેમની અંગત બાબત આ ચોક્કસપણે છે પરંતુ કોંગ્રેસને મજબુત સ્થતીમાં લાવવા માટે તેના જુના મુલ્યો સ્થાપિત કરવા પડશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY