માહિતી પરિવાર તરફથી સેવાનિવૃત્ત થતાં અધિકારીઓને ભાવભર્યું નિવૃત્તિ વિદાયમાન અપાયું

0
136

સૂરત, શનિવાર: સૂરતની પ્રાદેશિક માહિતી કચેરીમાં સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા શ્રી જી.સી.પટેલ અને અધિક્ષકશ્રી સી.આર.પટેલ વયનિવૃત્ત થતાં આજરોજ માહિતી પરિવાર તરફથી ભાવભર્યું નિવૃત્તિ વિદાયમાન અપાયું હતું.

સંયુક્ત માહિતી નિયામકશ્રી બી.ડી.રાઠવા, નાયબ માહિતી નિયામકશ્રી એમ.એસ.વળવી, સહાયક માહિતી નિયામકશ્રી આર.આર.તડવી, પૂર્વ સંયુક્ત માહિતી નિયામકશ્રી સેસિલ ક્રિસ્ટી દ્વારા સુદીર્ઘ, યશસ્વી અને સેવાનિષ્ઠ ફરજ બજાવી નિવૃત્ત થઇ રહેલા બંને અધિકારીઓનું શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે યોજાયેલા વિદાયમાન સમારંભમાં સંયુક્ત માહિતી નિયામકશ્રી બી.ડી.રાઠવાએ જણાવ્યું હતું કે, નિવૃત્તિના પડાવ પર પહોંચેલા કચેરીના બંને કર્મનિષ્ઠ, ફરજ પ્રત્યે હંમેશા સભાન અને કાર્યદક્ષ અધિકારીઓએ શ્રેષ્ઠ કામગીરીથી આગવી છાપ છોડી છે. નોકરીનો નિયમ છે: નિમણૂક, નિયુક્તિ, બઢતી, બદલી અને નિવૃત્તિ. વ્યક્તિ નોકરીમાંથી નિવૃત્તિ લે છે, પરંતુ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ નથી ક્યારેય લેતો નથી એમ જણાવી તેમણે શ્રી જી.સી.પટેલ અને શ્રી સી.આર.પટેલને નિવૃત્તિ પછીના સુખમય અને પ્રવૃત્તિમય જીવનની આકાંક્ષા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે માહિતી પરિવાર દ્વારા તેઓની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી તેઓનું નિવૃત્તિ જીવન સદાય નિરોગી, સુખમય અને સતત પ્રવૃત્તિમય બની રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

બંને અધિકારીઓએ ફરજ દરમિયાન તેમને સહયોગી થયેલ તમામ અધિકારી- કર્મચારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પ્રાદેશિક માહિતી કચેરીના તમામ અધિકારીઓ-કર્મચારીઓ સહિત સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

 

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY