નડિયાદ ખાતે નહેરૂ યુવા કેન્દ્રની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

0
188

નડિયાદઃ બુધવારઃ- કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે ખેડા જિલ્‍લામાં નહેરૂ યુવા કેન્‍દ્રના સક્રિય એવા ૮૮ યુવા મંડળોના અંદાજે ૯૦૦ ઉપરાંત યુવાનોની રચનાત્‍મક શક્તિઓનો વિનિયોગ કરી કેન્‍દ્ર/રાજય સરકારની વિવિધ પ્રજાકલ્‍યાણની યોજનાઓ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો છે.

નડિયાદ ખાતે સોમવારે નહેરૂ યુવા કેન્‍દ્રની જિલ્‍લા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટરશ્રીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઇ હતી. કલેક્ટરશ્રીએ નહેરૂ યુવા કેન્‍દ્રના યુવાનો કેન્‍દ્ર/રાજય સરકારની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓનો ગામડાઓમાં વ્‍યાપક પ્રચાર-પ્રસાર કરી તેનો મહત્તમ લાભ જરૂરીયાતમંદ લાભાર્થીઓને પહોંચાડવા જણાવ્‍યું હતું.

શ્રી પટેલે ખેડા જિલ્‍લામાં ઓગષ્‍ટ માસમાં કેન્‍દ્ર સરકારના ગ્રામ વિકાસ વિભાગ દ્ધારા સ્‍વચ્‍છતા સર્વેક્ષણ હાથ ધરનાર છે તેમજ જિલ્‍લા કક્ષાના સ્‍વાતંત્ર પર્વની કપડવંજ ખાતે ઉજવણી થનાર છે, ત્‍યારે નહેરૂ યુવા કેન્‍દ્રના યુવાનોનો સહયોગ મેળવી સ્‍વચ્‍છતા અંગે નાગરિકોમાં જાગૃતિ આવે તે માટેના સર્વગ્રાહી પ્રવાસો કરવા જણાવ્‍યું હતું. શ્રી પટેલે કપડવંજમાં જિલ્‍લા કક્ષાના સ્‍વાતંત્ર પર્વની ઉજવણી દરમિયાન તા.૧૦ થી તા.૧૩ ઓગષ્‍ટ સુધી સ્‍વચ્‍છતા અભિયાન ઉપાડવા સૂચન કર્યું હતું.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, નહેરૂ યુવા કેન્‍દ્ર, નડિયાદ દ્ધારા વર્ષ ૨૦૧૮-૧૯માં જિલ્‍લામાં હાથ ધરનાર યુવા પ્રવૃતિઓ અંગેની કાર્યયોજના ઘડી કાઢવામાં આવી છે. જે અંતર્ગત યુવાનોની રચનાત્‍મક અને સુસુપ્‍ત શક્તિઓનો રાષ્‍ટ્ર નિર્માણમાં ઉપયોગ, યુવાઓમાં દેશદાઝ અને લોકશાહીની ભાવના મજબુત બને તેવા અસરકારક કાર્યક્રમો યોજવામાં આવશે.

નહેરૂ યુવા કેન્‍દ્રના સંયોજક શ્રી મહેશ રાઠવાએ જણાવ્‍યું કે, નહેરૂ યુવા કેન્‍દ્ર દ્ધારા યુવાનો માટે ખેડા જિલ્‍લામાં યુવા તેતૃત્‍વ શિબિર, તાલુકા-જિલ્‍લા કક્ષાએ રમત-ગમત મીટ, શૈક્ષણિક, વ્‍યવસાયિક અને તાલીમ, જિલ્‍લા કક્ષાએ કલા સંસ્‍કૃતિને પ્રોત્‍સાહન, રાષ્‍ટ્રીય-આંતરરાષ્‍ટ્રીય દિવસોની ઉજવણી, યુવા સંમેલન, સ્‍વચ્‍છતા જાગૃતિ અને સ્‍વચ્‍છતા અભિયાન, યુવા આદર્શ ગ્રામ વિકાસ કાર્યક્રમ, સંકલ્‍પ સે સિધ્‍ધિ યુવા સશક્તિકરણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

આ બેઠકમાં ઉપસ્‍થિત સભ્‍યોએ રચનાત્‍મક સૂચનો કર્યા હતા. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી કે.જે.રાઠોડ સહિત સમિતિના સભ્‍યો હાજર રહયા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY