વિધાનસભા હોય કે કે લોકસભા ચૂંટણી હોય હવે જીત વધારે મહત્વપૂર્ણ બની ગઇ છે. કલંકિત અને દાગી ઉમેદવાર જીતીને ગૃહમાં પહોંચી રહ્યા છે તેના માટે મુખ્ય કારણોમાં એક કારણ ચૂંટણીમાં જીત પર કેન્દ્રિત રહેલી રાજકીય વ્યવસ્થા છે. જેમાં કોઇ પણ રીતે ચૂંટણીમાં જીત મેળવી લેવાની બાબત સૌથી ઉપયોગી અને મહત્વપૂર્ણ બની ગઇ છે. જીત માટેની ભુખમાં રહેલા રાજકીય પક્ષો અન્ય પાસા પર ધ્યાન આપ્યા વગર એવા ઉમેદવારને ટિકિટ આપી દે છે જે જીતવા માટે સક્ષમ હોય છે. આવી સ્થતીમાં અપરાધી રેકોર્ડ હોવા છતાં ધ્યાન આપવામાં આવતુ નથી. જીત માટે દાગી ઉમેદવાર પણ કેમ મંજુર છે તેને લઇને સામાન્ય લોકો પ્રશ્ન કરતા રહે છે. ભારતીય પોલીસ સેવાના અધિકારી અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં રહેલા નિષ્ણાંત મહેશ ભારદ્ધાજ પણ કહે છે કે દોષિત ઉમેદવારને ટિકિટ આપી દેવામાં આવે છે. દેશમાં કોઇ પણ રાજ્યમાં ચૂંટણી હોય દોષિત અને અપરાધિક રેકોરડ ધરાવતા ઉમેદવાર મોટી સંખ્યામાં ચૂંટણી મેદાનમાં ઉતરી જાય છે. જીતી પણ જાય છે. જા કે આના કારણે દોષિતોને રાજનીતિથી દુર રાખવાના પ્રયાસો સફળ સાબિત થઇ રહ્યા નથી. રાજનીતીના અપરાધિકરણને રોકવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મુદ્દાઓ ઉઠાવવામાં પણ આવે છે પરંતુ સમસ્યા અકબંધ રહે છે. મતદારો પૈકી એક મતદાર વર્ગમાં રહેલા મતદારો એવા પણ છે જે પોતાના કિંમતી મતને બગાડી દેવા માટે ઇચ્છુક નથી. આ મતદારો સામાન્ય રીતે જીત અપાવવા ઇચ્છુક ઉમેદવારને જ પોતાના મત આપે છે. કારણ કે તે પોતાના કિંમતી મતને ખરાબ કરવા માટે તૈયાર નથી. કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે રણશિંગુ ફુંકાઇ ગયુ છે ત્યારે ફરી એકવાર આ ચર્ચા છેડાઇ ગઇ છે. દેશભરમાં આગામી લોકસભાની ચૂંટણી માટેની તૈયારી પણ શરૂ થવા લાગી ગઇ છે. એકબાજુ ચૂંટણી પંચ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજવાને લઇને તૈયાર છે. બીજી બાજુ રાજકીય પક્ષો ચૂંટણી સમર જીતવા માટે કમર કસી રહ્યા છે. રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે ધારદાર રણનિતી તૈયાર કરવામાં લાગેલા છે. કેટલાક પક્ષોએ તો યોગ્ય અને જીતી શકે તેવા ઉમેદવારોની યાદી તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સાથે સાથે ફરી એકવાર દાગી ઉમેદવારોને લઇને પણ ચર્ચા છેડાઇ ગઇ છે. વિષય અપરાધિક કેસો સાથે જાડાયેલો છે જેથી દેશની સર્વોચ્ચ અદાલતનુ વલણ સૌથી મહત્વપૂર્ણ બનેલુ છે. અત્રે નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે જુલાઇ ૨૦૧૩માં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેમાં સજા પામી ચુકેલા સાંસદો અને ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવાની વાત તેના દ્વારા કરવામાં આવી ચુકી છે. અપરાધિક ગતિવિધીમાં સામેલ ઉમેદવારના ચૂંટણી લડવા અને જીતવાના મુદ્દા પર હમેંશા ચર્ચા થતી રહી છે. સૈદ્ધાતિક રીતે કહેવામાં તો એમ જ આવે છે કે રાજકીય પક્ષોએ અપરાધિક રેકોર્ડ ધરાવતા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા જાઇએ નહી. જા આવુ થાય છે તો જનતાએ તેમને નકારી દેવા જાઇએ. પરંતુ આવી સ્થતી નથી. આની બિલકુલ વિરુદ્ધમાં કામ થઇ રહ્યુ છે. રાજકીય પક્ષો પણ અપરાધિક છાપ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપતા આવ્યા છે. આમાં ભાજપ અને કોંગ્રેસ બે મુખ્ય પાર્ટી પણ સામેલ રહી છે. જનતા પણ તેમને ચૂંટીને લાવી રહી છે. આ વિરોધાભાસની જટિલતાને સમજવા માટે કેટલાક પાસા પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. વર્તમાન સામાજિક મુલ્યો પર ધ્યાન આપવામાં આવે તો કેટલીક વાતો સ્પષ્ટ થઇ જાય છે. કાયદામાં જેને અપરાધી, દોષિત માને છે તેને સામાન્ય લોકો પણ આવુ જ માને છે તે બાબત પણ ધ્યાન આપવાની જરૂર છે. રાજકીય પક્ષો જુદા જુદા માપદંડના આધાર પર ઉમેદવારોની પસંદગી કરે છે. તેમાં કોઇના દોષિત હોવા અને ન હોવા સાથે વધારે કોઇ લેવા દેવા હોતા નથી.
પ્રજા પણ પોતાના વિચારના આધાર પર નિર્ણય કરતી રહે છે. જ્યાં જીત નક્કી હોય છે ત્યાં જીત હાંસલ કરવા માટેની યોગ્યતા સર્વોપરિ બની જાય છે. આવા ઉમેદવારોની સામે સિદ્ધાંતો અને મુલ્યો ગૌણ બની જાય તે સ્વાભાવિક છે. કેટલાક અન્ય કારણ પણ ઉભરીને સપાટી પર આવી રહ્યા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



