આત્મવિલોપનની ઘટનામાં બે કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરાયા છે

0
64

પાટણ જિલ્લા કલેક્ટર કચેરીમાં ભાનુપ્રસાદ વણતરે આત્મવિલોપન કરી લેતા વિધાનસભા ગૃહમાં નિયમ ૧૧૬હેઠળની તાકીદની ચર્ચામાં વિપક્ષે સરકારને ઘેરી આડે હાથ લીધી હતી. ત્યારબાદ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તેનો જવાબ આપતાં કહ્યું હતું કે આગમચેતીના પગલારૂપે આત્મવિલોપનનો પ્રયાસ કરનારા હેમાબહેન તથા અન્ય બે વ્યક્તિઓના પ્રયાસને નિષ્ફળ બનાવી ત્રણેને બચાવી લેવાયા હતા. આત્મવિલોપનનીધમકી બાદ તેને ખૂબ જ ગંભીરતાથી લઈને કલેકટર કચેરીમાં જ ૪૨ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ધાબળા, ફાયર ફાઈટરની વ્યવસ્થા હતી. પોલીસ તંત્ર દ્વારા દુદખા ઊંઝા, ગાંધીધામ, શંખેશ્વર, બાસ્થા ખાતે તેઓના સગાસંબંધીઓને મળીને તેમની ભાળ મેળવવા પ્રયાસો કરાયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY