માનસિક રીતે અસ્વસ્થ માતાએ પુત્રની હત્યા કરીને પોતે કરી આત્મહત્યા

0
97

માનસિક અસ્વસ્થ માતાએ પુત્રની હત્યા કરી પોતે કરી આત્મહત્યા વંથલી તાલુકાના રવની ગામના વતની અને હાલ સુરતમાં રહેતા અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા અલ્પેશભાઈ માથુકીયાના લગ્ન બારેક વર્ષ પહેલા કેશોદના મનિષાબેન સાથે થયા હતા અને લગ્ન ગાળા દરમ્યાન પુત્ર તથા પુત્રીનો જન્મ થયો હતો. છેલ્લા થોડા સમયથી મનિષાબેનને માનસિક બિમારી થઈ ગઈ હતી. આથી દોઢેક માસથી મનિષાબેનની જૂનાગઢ માનસિક બિમારીની સારવાર પણ ચાલી રહી હતી. આ દરમ્યાન આજે રવની ખાતે મનિષાબેનના સસરા તથા અન્ય સભ્યો એક માઠા પ્રસંગમાં બેસવા ગયા હતા ત્યારે અગીયારેક વાગ્યે મનિષાબેન તથા આરવ ઘરે એકલા હતા. આ સમયે મનિષાબેને પોતાના ત્રણ વર્ષના ફુલ જેવા પુત્ર આરવને એસિડ પીવડાવી દીધું હતું. બાદમાં ગળેટૂંપો આપી હત્યા કર્યા બાદ પોતે પણ એસિડ પી લીધું હતું. આ અંગે જાણ થતાં લોકો એકત્ર થઈ ગયા હતા. આરવનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે મનિષાબેનને ગંભીર હાલતમાં જૂનાગઢ ખસેડાયા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આ અંગે જાણ થતાં વંથલી પોલીસે જૂનાગઢ હોસ્પિટલ ખાતે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આમ માનસિક બિમારી ધરાવતી મહિલાએ પોતાના જ ફુલ જેવા માસુમ પુત્રની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લેતા અરેરાટી સાથે ગમગીની વ્યાપી ગઈ હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY