ચીખલીમાં વાહન ચેકિંગ વખતે પોલીસ સાથે માથાકૂટ કરનાર ચાલકને જેલભેગો કરાયો

0
80

ચીખલી પોલીસ દ્વારા રવિવારે સાંજે જાહેર રસ્તા ઉપર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એ દરમિયાન આલીપોર ઓવરબ્રીજ પાસે પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ કરતાં એક મારૂતિ વાનના ચાલકે નશાની હાલતમાં ગાડી હંકારી લાવી વાહન ચેકિંગ કરતાં એક પોલીસ કર્મચારી સાથે તુતુ મૈમૈ પર ઊતરી આવ્યા હતા. જોકે, આ ચાલક સામે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો દાખલ કરતાં નશાની હાલતમાં વાહન ચલાવતાં તત્વોમાં ધમાચકડી મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસ સ્ટેશન દ્વારા રવિવારે સાંજે અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ રાખવામાં આવ્યું હતું. અને આલીપોર ઓવરબ્રીજ નીચે ચીખલી પોલીસ મથકના એ.એસ.આઈ. ઘનશ્યામ રામજી તથા સ્ટાફના માણસો ફરજ બજાવી રહ્યા હતા. એ દરમિયાન એક મારૂતિ વાનનો ચાલક ઈમ્તિયાઝ યુસુફ મેમણીયાત મારૂતિ વાન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતાં તેને રોકતાં ગાડીમાંથી નીચે ઊતરી આવી પોલીસ સાથે રકઝક શરૂ કરી હતી. જોકે, આ ચાલક નશાની હાલતમાં હોવાથી તેની પાસે વાહનોના કાગળોની માંગણી કરતાં પોલીસ કર્મચારી સાથે વધુ આક્રોશ રાખી વાતચીત કરી એ.એસ.આઈ. સાથે જીભાજોડી કરી હતી. જોકે, આ કર્મચારીએ ચીખલી પોલીસમાંથી અન્ય કર્મચારીઓને પણ બોલાવવાની ફરજ પડી હતી. ચીખલી પોલીસે આ મારૂતિ વાનના ચાલક સાથે નશાની હાલતમાં વાહન ચલાવવું તે હેઠળ ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY