સુરત,તા.૧૪
સુરતમાં છેલ્લાં ૧૫ દિવસમાં ગુજરાતી વર્સીસ બિનગુજરાતીની કોઇ ઘટના બની નથી અને છેલ્લી જે ૩ ઘટના બની છે તેને પણ પરપ્રાંતીયની લડાઇ સાથે કોઇ લેવા દેવા નથી.બિહારી યુવાનનું મોત પણ અકસ્માતને કારણે થયું છે એમ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સુરત પોલીસ કમિશ્નર સતીષકુમાર શર્માએ કહ્યું હતું.કેટલાક મિડીયાની બેજવાબદારી સામે કમિશ્નરે નારાજગી વ્યકત કરી હતી.
સુરત પોલીસ કમિશ્નર સતીષ કુમાર શર્માએ રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સુરતમાં જે ૩ ઘટના બની હતી તે સામાન્ય ક્રાઇમની ઘટના હતી અને આ ઘટનામાં કુલ ૨૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આત્રણેય ઘટના હેટ ક્રાઇમ નથી. વરાછામાં બે અને સચીન જીઆઇડીસીમાં મારામારીની ૩ ઘટના બની હતી. ઉપરાંત ખટોદરા વિસ્તારમાં ૩૨ વર્ષના અમરજીત સિંહનું બાઇક અકસ્માતમાં મોત થયું હતુ, પણ એક વેબસાઇટે પોલીસના વર્ઝન વગર હત્યા હોવાનું ચિતરી દીધું હતું.કમિશ્નરે વધુમાં કહ્યું હતું કે કેટલાક અખબારોએ પણ બેજવાબદારી પૂર્વક રિપોર્ટીંગ કર્યું છે જે એક દુર્ભાગ્યપૂર્ણ બાબત છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



