જીવતા કૂતરાને અજગર ગળી ગયો…..!!

0
75

ખાંભા,તા.૧૪
જીવ માત્ર પેટનો ખાડો પૂરવા માટે જીવ સટોસટની લડાઈ પણ લડે છે. ત્યારે આવી જ ઘટના બની તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા રેવન્યુ વિસ્તારમાં. સેડ્યુલ ૧માં આવતા અજગરને જ્યારે ભૂખ લાગી તો એક જીવતા કૂતરાને આખેઆખું ગળી જઇ પોતાના પેટની આગને બૂઝાવી હતી અને ૧૦ મિનિટમાં આ અજગર એક કૂતરાને પોતાના પેટમાં સમાવી દીધો હતો.
મળતી માહિતી પ્રમાણે તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા રેવન્યુ વિસ્તાર ભૂંડણી સિમ વિસ્તારમાં વાડી ધરાવતા નરોતમભાઈ પટેલની વાડી નજીક મોડીરાત્રીના એક મહાકાય અજગર ચડી આવ્યો હતો. આ અજગર પણ બહુ જ ભૂખ્યો હતો અને પોતાના પેટની આગ બુઝાવવા તડપી રહ્યો હતો ત્યારે જ અજગરની તેજ નજરમાં એક જીવિત કૂતરું ચડી ગયું. કૂતરું કંઈ સમજે તે પેહલા જ અજગર દ્વારા કૂતરાને પકડી લીધું. કૂતરાએ બચાવવા કોશિશ કરી ત્યાં માત્ર ૧૦ જ મિનિટમાં આ અજગર કૂતરાને આખે આખું ગળી ગયો અને પોતાના પેટમાં લાગેલી ભૂખની આગ ઠારી હતી. બાદમાં અજગર સવાર સુધી અહીં જ રહ્યો હતો. વાડી માલિક દ્વારા વનવિભાગના રેસ્ક્્યુ ટીમના સાહિદખાન પઠાણને જાણ કરતા આ અજગરને પકડી અનમાત વીડીમાં છોડી મુકવામાં આવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY