મનરેગાનો કર્મચારી ૨૦ હજારની લાંચ લેતા ઝડપાયો

0
28

દાહોદ,તા.૨
લાંચિયા અધિકારીઓ પર એસીબીનો સકંજા યથાવત રહ્યો છે. દાહોદમાં સંજેલી તાલુકા પંચાયતનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. મનરેગા શાખાનો કર્મી અને તેનો વચેટિયો રૂપિયા ૨૦ હજારની લાંચ લેતા ઝડપાયા છે. દાહોદમાં લાંચીયા ઓફીસર પર સકંજા કસાયો છે. સંજેલી તાલુકા પંચાયતના મનરેગા શાખાનો કર્મચારી રૂપિયા ૨૦,૦૦૦ ની લાંચ સ્વિકારતા તેની ધરપકડ કરાઇ છે. લાંચના નાણા ફોનથી માંગવામાં આવ્યા હતા. અને તેને સ્વિકારવા વચોટીયો આવ્યો હતો. જેમાં તે બન્ને ફસાયા હતા.
દાહોદ એસીબી અધિકારી તથા સ્ટાફે છટકુ ગોઠવી સંજેલી તાલુકા પંચાયતની મનરેગા શાખામાં ટેકનીકલ આસીસ્ટન્ટ તથા ખાનગી વ્યક્તિને વીસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.
ફરીયાદ કરનાર સંજેલીના આગેવાનના પિતાના નામે સર્વે નં. ૨૦૭ વાળી જમીનમાં અગાઉ જુથ કુવો મંજુર થયો અને કામ પૂર્ણ થતા રૂપિયા મળી ગયા હતા. પરંતુ જે રૂપિયા મળવાના બાકી હતા. આ સંબંધે દાહોદ એ.સી.બી. પો. સ્ટેશનમાં ફરીયાદીએ ફરીયાદ નોંધાવતા દાહોદ એ.સી.બી. પી.આઇ. એ. કે. વાઘેલા સુપરવિઝન અધિકારી પી.એમ. પરમાર તથા સ્ટાફે છટકુ ગોઠવી સંજેલી તાલુકાના હિરોલા ગામે ફરીયાદીના ઘરેથી રૂપિયા વીસ હજાર ધર્મેન્દ્ર બાકલીયાએ લઇ સાથે આવેલા બકુલ બચુભાઇ વસૈયાને આપતા એસીબીએ રૂપિયા રીકવર કરી બંનેની અટક કરી કાયદેસરથી કાર્યવાહી હાથધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY