મુંબઇ,તા. ૨૩
ફિલ્મ રેસ-૩ બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા હાંસલ કરી રહી છે. ફિલ્મની કમાણી વિશ્વભરમાં હવે ૨૬૦ કરોડની આસપાસ પહોંચી ચુકી છે. ફિલ્મમાં સૌથી વધારે પ્રશંસા ડેઝી શાહના ગ્લેમર રોલને લઇને જાવા મળી રહી છે. તે એક્શન સીનમાં પણ જારદાર રીતે નજરે પડી રહી છે. તેની કેરિયર આ ફિલ્મ બાદ જારદાર રીતે આગળ વધી શકે છે. તેને સલમાન ખાનના કારણે જ આ ફિલ્મમાં મોટી અને પડકારરૂપ ભૂમિકા મળી ગઇ છે. ફિલ્મને સારી આવક ચારેબાજુ બીજા સપ્તાહમાં પણ મળી રહી છે. ઇદના દિવસે ફિલ્મ રજૂ થઇ હતી. રેસ-૩ ફિલ્મ રજૂ કરવામાં આવે તે પહેલા જ કેટલાક રેકોર્ડ કરી ચુકી હતી. ઇદ પર રજૂ કરવામાં આવેલી ફિલ્મ રેસ-૩ ફિલ્મના સેટેલાઇટ અધિકારો રેકોર્ડ કિંમતમાં વેચાયા હતા. સલમાન ખાનની હાલની બ્રાન્ડ વેલ્યુના કારણે ફિલ્મના અધિકારો ૧૫૦ કરોડમાં વેચી દેવામાં આવ્યા હતા. જે નવો રેકોર્ડ છે. ફિલ્મની રજૂઆત પહેલા જ કરોડોની કમાણી કરી લીધી હતી. સલમાનની માર્કેટ વેલ્યુના કારણે ફિલ્મના રાઇટ્સને બે ગણી કિંમતે ખરીદી લેવામાં આવ્યા હતા. ફિલ્મના અધિકાર પહેલા ૭૫ કરોડમાં વેચવાની યોજના હતી. જા કે સલમાન અને ફિલ્મના નિર્માતા નિર્દેશકોએ આ ઓફર સ્વીકારી ન હતી. મોડેથી ફિલ્મના અધિકાર ૧૫૦ કરોડ રૂપિયામાં આપી દેવામાં આવ્યા હતા. અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો સલમાન ખાનને પણ પ્રોફિટમાં કેટલોક હિસ્સો મળનાર છે. પદ્માવતના અધિકાર ૪૦-૪૫ કરોડમાં વેચવામાં આવ્યા હતા. સલમાનની અગાઉની ફિલ્મ ટાઇગર જિન્દાના અધિકાર ૭૦ કરોડમાં વેચાયા હતા. રેસ-૩ ફિલ્મમાં સલમાન ખાન અને જેક્લીન મુખ્ય રોલમાં છે. ફિલ્મમાં બન્નેની કેમિસ્ટ્રીની પ્રશંસા થઇ હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"