દામનગર ખાતે બર્થડે પાર્ટીમાં દારૂની મહેફીલ માણતાં પાંચ પોલીસ કર્મચારીઓ તથા અન્ય બે પબ્લીકના માણસો વિરૂધ્ઘ પ્રોહીબીશનનો કેસ

0
213

પોલીસ હેડ કવાટર્સ અમરેલી ખાતે નોકરી કરતાં પોલીસ કોન્સ. પરાક્રમસિંહ ગોહિલનો ગઇકાલે જન્મ દિવસ હોય અને જન્મ દિવસ સબબ તેઓના દામનગર ખાતે ભાડે રાખેલ મકાનમાં અન્ય પોલીસ કર્મચારીઓ જેમાં દિગ્વીજયસિંહ સરવૈયા પો.કોન્સ.તથા પો.કોન્સ.રમેશભાઇ કોતર તથા પો.કોન્સ.સંજયભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ.રાજુભાઇ કથુભાઇ વરૂ તથા દામનગર ખાતે રહેતાં સુખુભા ગોહિલ તથા કિશન નામના પબ્લીકના માણસોએ આ પરાક્રમસિંહ ગોહિલના બર્થડે સબબ સુખભા ગોહિલ તથા કિશન નામના માણસએ દારૂ મંગાવી ઉપરોકત પોલીસ કર્મચારીઓ સાથે મળી મહેફીલ કરેલ મહેફીલમાંથી દામનગરના હેડ કોન્સ. રાજુભાઇ કથુભાઇ વરૂ પોલીસ લાઇનમાં એક કાળા કલરનો થેલો લઇને આવેલ તે દરમ્યાન દામનગરના પોલીસ સબ ઇન્સ.જી.જે.મોરી સાહેબનાઓએ આ થેલો ચેક કરતાં તેમાં ૧૦૦ મીલી જેટલો પરપ્રાંતિય વિદેશી દારૂ મળી આવેલ જેથી રાજુભાઇ વરૂની વધુ પુછપરછ કરતાં ઉપરોકત વિગત જણાવેલ જેથી દામનગરના પોલીસ સબ ઇન્સ. મોરી સાહેબએ પરાક્રમસિંહ ગોહિલના દામનગર ખાતે આવેલ ભાડાના મકાનમાં રહેતાં હોય જેથી તેઓના ધરે ઝડતી કરવા જતાં ધર ખુલ્લુ હોય જેથી દુરથી પોલીસની સરકારી ગાડી જોઇને પોલીસ કોન્સ. પરાક્રમસિંહ ગોહિલ તથા પોલીસ કર્મચારીઓ દિગ્વીજયસિંહ સરવૈયા તથા પો.કોન્સ.રમેશભાઇ કોતર તથા પો.કોન્સ. સંજયભાઇ ચૌહાણ દામનગર ખાતે રહેતાં સુખુભા ગોહિલ તથા કિશન (બન્ને પબ્લીકના માણસો) નાસી ગયેલ હતા.અને સદરહુ મકાનમાં તપાસ કરતાં પરપ્રાંતિય મેજીક મોમેન્ટ પ્યોર ગ્રીન વોડકા દારૂની ખાલી બોટલ મળી આવેલ હતી.જે ખાલી બોટલ તથા હેડ કોન્સ. રાજુધભાઇ કથુભાઇ વરૂ પાસેથી મળી આવેલ વિદેશી દારૂ કબ્જે કરવામાં આવેલ હતો.

જેથી દામનગર ના પોલીસ સબ ઇન્સ.મોરી સાહેબએ નાસી ગયેલ પોલીસ કર્મચારીઓ તથા અન્ય માણસો તથા હાજર મળી આવેલ હેડ કોન્સ.રાજુભાઇ કથુભાઇ વરૂ ઉપર પ્રોહી.ધારા કલમ ૬૫(એ)ઇ, ૬૮ અને ૮૧ મુજબ ધોરણસર થવા સરકાર તરફે ફરીયાદ આપેલ હતી.અને સદરહું ગુન્હાની આગળની વધુ તપાસ શ્રી આઇ.વી.રબારી સર્કલ પોલીસ ઇન્સ.અમરેલીનાઓ ચલાવી રહેલ છે.

ઉપરોકત પોલીસ કર્મચારીઓ વિરૂધ્ઘ દારૂની મહેફીલ માણવાનો કેસ થયેલ હોય જેથી પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ આ દારૂની મહેફીલ કરવાના કેસમાં સંડોવાયેલ તમામ પોલીસ કર્મચારીઓ જેમાં (૧) રાજુભાઇ કથુભાઇ વરૂ હેડ કોન્સ.(૨) સંજયભાઇ રમેશભાઇ ચૌહાણ પો.કોન્સ. નોકરી બન્ને નોકરી દામનગર પોલીસ સ્ટેશન (૩) રમેશભાઇ ધીરૂભાઇ કોતર પો.કોન્સ.(૪) પરાક્રમસિંહ ધેલુભા ગોહિલ પો.કોન્સ. (૫) દિગ્વીજયસિંહ સહદેવસિંહ સરવૈયા પો.કોન્સ.નોકરી ત્રણેય પોલીસ હેડ કવાટર્સ અમરેલી નાઓને ફરજ મોકુફ (સરપેન્ડ) કરવાનો હુકમ કરેલ છે.

રિપોર્ટ ભાવનગર લાખાભાઈ
+919879995275

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY