જ્યાં નેટવર્ક પણ નથી આવતા એવા અંતરિયાળ ગામમાં પોહચી 108 એમ્બ્યુલન્સ માંજ ગર્ભવતી મહિલા ની સફળ ડિલિવરી કરતા ઈ એમ ટી સરોજબેન રાવળ 108 ત્યાં પોહચી ત્યારે બાળક ના પગ બહાર આવી જતા હોસ્પિટલ સુધી લાવવાનો સમય ન હોય એમ્બ્યુલન્સ માં સફળ સુવાવડ કરાવી.
રાજપીપળા: નર્મદા જિલ્લા માં 108 ની ખુબ સારી કામગીરી ની ચર્ચા તો વારંવાર સંભળાઈ છે પરંતુ હાલ નાંદોદ તાલુકાના એકદમ અંતરીયાળ એવા બારખડી કમોદીયા ગામ કે જ્યાં મોબાઈલ નેટવર્ક પણ આવતા નથી ત્યાંની એક ગર્ભવતી મહિલા ને અચાનક લેબર પેઈન ઉપડતા 108 માં કોલ આવતા ત્યાં પોહચેલી 108 ની ટીમે ગર્ભવતી મહિલા ની તપાસ કરતા બાળક ના પગ બહાર દેખાતા હોસ્પિટલ સુધી લાવવાનો સમય અને જોખમ ન લઈ 108 ના ઈ એમ ટી સરોજબેન રાવળ એ પોતાની સૂઝબૂજ વાપરી માતા અને બાળક ના જીવન ને પ્રાધાન્ય આપી એમ્બ્યુલન્સ માંજ સફળ ડિલિવરી કરાવી માતા અને બાળક ને જોખમ માંથી ઉગારી લીધા હતા ત્યારબાદ બંને ને રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં લાવી દાખલ કરી આગળ ની સારવાર આપવામાં આવી હતી ત્યારે નર્મદા જેવા પછાત અને અંતરિયાળ ગામો ધરાવતા આ જિલ્લા માટે 108 હંમેશા આશીર્વાદરૂપ સાબિત થઈ છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




