મુંબઈ,તા.૧૨
બિહારના ગરીબ બાળકોને આઇઆઇટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં એડમિશન મળે એ માટે મફત ગણિતનાં ટયુશન આપતા ગણિત શિક્ષક આનંદ કુમારની બાયો-ફિલ્મ ફરી એકવાર વિલંબમાં પડી હોવાની માહિતી મળી હતી.
આ માહિતી આપતાં ફિલ્મ સર્જકોના પ્રવક્તાએ કહ્યું કે અગાઉ આનંદ કુમારના જીવનના ઘણા પ્રસંગે અમે પડતા મૂક્્યા હતા. પરંતુ પાછળથી એમ લાગ્યું કે આ માણસની જીવનકથા માત્ર એક ફિલ્મમાં પૂરેપૂરી બતાવી શકાય નહીં. આ કથાને વિસ્તારવી જાઇએ એટલે હવે નવેસર શૂટિંગ શરૃ કર્યું હતું. આનંદ કુમારના જીવનના અન્ય પ્રેરક પ્રસંગોને સમાવી લઇને જરૃર પડયે ફિલ્મની બીજી અને ત્રીજી કડી પણ બનાવવી એવો નિર્ણય ફિલ્મ સર્જકોએ કર્યો છે. એટલે હાલ ફિલ્મની પહેલી કડીની રિલિઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે.
આ વિશે પૂછતાં ગણિત શિક્ષક આનંદ કુમારે કહ્યું કે મારી બાયો-ફિલ્મ બની રહી છે એવું જાણીને કેટલાક અદેખા લોકોએ મારા પર આક્ષેપોની ઝડી વરસાવી હતી. તાજેતરમાં મારા ભાઇને એક રોડ અકસ્માત નડયો હતો. મને શંકા છે કે જાણી બૂઝીને મારા ભાઇને આ અકસ્માતનો શિકાર બનાવાયો હતો. જા કે મારા હિતશત્રુઓ કરતાં મારા શુભેચ્છકો વધુ છે એટલે મેં વિચાર્યું કે જે પ્રસંગો ફિલ્મમાં અગાઉ નહોતા લીધા એ હવે સમાવી લેવા.
રિતિક રોશને આ પગલાને સ્વીકારી લીધું હતું અને બિરદાવ્યું હતું એમ આનંદ કુમાર કહે છે. આમ અત્યારે નવેસર શૂટિંગ ચાલુ થયું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




