દેવરિયા શેલ્ટર હોમ કેસ : એસપીને હટાવાયા, ખાતાકીય તપાસના આદેશ

0
8

દેવરિયા,તા.૧૬
દેવરિયાના શેલ્ટર ગૃહની તપાસમાં હાઇકોર્ટના નિર્ણય વચ્ચે યોગી સરકારે પોલિસ ઓફિસરો પર કાર્યવાહી શરું કરી છે. બુધવારે દેવરિયાના વર્તમાન એસપી રોહન પી. કનયની હકાલપટ્ટી કરી તે અંગેની જાણ ડીજીપી કાર્યાલયને કરાઈ છે. તેની સાથે જ તેમના વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ દેવરિયા ના પૂર્વ એસપી રાકેશ શંકરની બદલી કરી ખાતાકીય કાર્યવાહીના આદેશ અપાયા છે.
દેવરિયા કાંડમાં સીઆૅ સદર દયારામ સિંહ ગૌડ સામે પણ કાર્યવાહી કરાઈ છે. સિંહની પણ બદલી કરી તેમની વિરુદ્ધ તપાસના આદેશો અપાયા છે. આ ઉપરાંત જિલ્લા પ્રોબેશન ઓફિસર દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં બેદરકારી અને શિથિલતા પર પોલીસ સ્ટેશન ઇનચાર્જ અને વિવેચકને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દેવરિયા બાલિકા ગૃહ યૌન શોષણ કેષમાં પોલિસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા પછી મુખ્યમંત્રીની સૂચના પર એડીજી ગોરખપુરને તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. એડીજીએ તેની તપાસ પૂર્ણ કરી સરકારને અહેવાલ આપ્યો હતો. આ અહેવાલના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.
દેવરિયા શેલ્ટર હોમ કેસમાં સુનાવણી દરમિયાન, હાઇકોર્ટે એસઆઇટી તપાસ અંગે અસંતોષ વ્યક્ત કરી અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા. મુખ્ય ન્યાયમૂર્તિ ડીબી ભોંસલે અને ન્યાયમૂર્તિ યશવંત વર્માની ખંડપીઠે જણાવ્યું કે શેલ્ટર હોમના સ્ટાફ, પડોશીઓ, છોકરીઓને લઈને જતી ગાડીના ડ્રાઈવરોની તપાસ કરીને પોલીસે તેમના નિવેદનો નોંધવાની જરૂર હતી. હાઇકોર્ટના નિર્ણય પછી યોગી સરકારે પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી શરૂ કરી દીધી છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY