ન્યુ દિલ્હી,તા.૧૬
ભારતના ૭૨માં સ્વતંત્ર દિવસની ઉજવણી પ્રસંગ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત મક્કમતા પૂર્વક જાહેર કર્યું કે ભારત સરકાર ૨૦૨૨ સુધીમાં દેશના ખેડૂતની આવક બમણી થાય તે માટે કટિબધ્ધ છે. આ દિશામાં કૃષિ કાર્યક્રમો ઘડાઇ રહ્યાં છે. ટુંક સમયમાં કૃષિ નિકાસ નીતિ પણ જાહેર થશે. જેનો ડ્રાફટ કૃષિ અને વેપાર મંત્રાલયે માર્ચ મહિનામાં તૈયાર કરી દીધો છે. જે નીતિમાં બીજથી બજાર સુધીનો માર્ગ નક્કી કરવામાં આવશે, જેથી ખેડૂતોને ન્યુનતમ મુશ્કેલીનો સામનો કરવો પડે અને તેમને સરળતાથી બીજ મળી રહે તો સાથે સાથે બજારમાં તેમને કૃષિ પેદાશના યોગ્ય ભાવ મળી રહે. કૃષિ અને વેપાર મંત્રાલયે જે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, તેમાં એપીએમસી એક્ટ, આવશ્યક ચીજવસ્તુ ધારો વગેરેમાં સુધારાની ભલામણ કરી છે.
તાજેતરમાં કેન્દ્ર સરકારે કોન્ટ્રાક્ટ ફાર્મિગનો ડ્રાફટ તૈયાર કરી તમામ રાજ્ય સરકારને મોકલી આપ્યો છે. જેથી ખેડૂતના હિતમાં કોન્ટ્રાકટટ ફાર્મિગ વિકસાવી દેશનું કૃષિ ઉત્પાદન વધારી શકાય. આવનારી નીતિમાં ફૂડ પ્રોસેસીંગ, વેલ્યુ ચેન અને ગોડાઉન, વેરહાઉસ ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં ન્યુનતમ પોષણક્ષમ ભાવમાં કૃષિ ઉત્પાદન ખર્ચ ઉપર ૫૦ ટકાનો વધારો કર્યો છે. જેના મીશ્ર પ્રત્યાઘાત પડ્યાં છે. જા કે ખેડૂતોને સંપૂર્ણ સંતોષ નથી.
વડાપ્રધાને એવી પણ જાહેરાત કરી કે ૯૦ જેટલી સિંચાઇ યોજના જે પડતર હતી અને વરસોથી જેની મંજૂરીની રાહ જાવાઇ રહી હતી, તેને તેમની સરકાર મંજૂરી આપી દીધી છે, મતલબ કે આવનારા વરસોમાં કૃષિ હેઠળની વધુ જમીન સિંચાઇ નીચે આવરી લેવાશે. કેન્દ્ર સરકારની કૃષિ ઉત્પાદનમાંથી ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાની નેમને શિધ્ધ કરવા માટે તેના પાસે સાડા ચાર વર્ષ જ રહ્યાં છે. તેમાં કોઇ શક નથી કે દેશમાં કૃષિ ઉત્પાદન વધ્યુ છે. અનાજ ક્ષેત્રે ૨૭૨ મિલિયન ટનનું બમ્પર ઉત્પાદન થયું છે. દેશમાંમ કઠોળની ૨૦૧૬ સુધી આયાત થતી હતી, તેમાં ૨૫ મિલિયન ટનનું ઉત્પાદન થયું છે. જેના સામે વપરાશ ૨૪ મિલિયન ટન છે. તેથી સ્વાવલંબી થયા કહી શકાય. જા કે ખેડૂતની આર્થીક સ્થિતિમાં સુધારો થયો નથી.
આજે પણ દેશની ૭૦ ટકા ખેતી વરસાદ આધારીત છે. તેથી દુષ્કાળના ઓછાયા હંમેશા વરતાતા રહે છે. આ વરસે સામાન્ય વરસાદની આશા હતી. જા કે સામાન્ય કરતાં ઓછા વરસાદના પગલે વાવણી વિસ્તાર ઘટ્યો છે. જે વિસ્તારમાં વાવણી થઇ છે, ત્યાં ભારે વરસાદ કે વરસાદ ખેચાતા ઉપજ કેટલી આવશે, તેના અંગે સવાલ છે. કૃષિ નીતિ નિકાસ તૈયાર થશે અને જાહેરાત પણ થશે, પરંતુ જા કૃષિ ઉત્પાદન વધશે, તો નિકાસ કરી શકીશું, નહિં તો નીતિ કાગળ પર રહેશે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




