છત્તીસગઢ સરકારે દલિત શબ્દ લખવા પર પ્રતિબંધ મૂક્યો

0
31

રાયપુર,તા.૧૬
છત્તીસગઢમાં સરકારી અને બિન સરકારી રેકોર્ડમાંથી દલિત શબ્દ લખવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે તેની જગ્યાએ જાતિનો ઉલ્લેખ કરવા સરકારે આદેશ જારી કર્યો છે. ત્યારે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી રમન સિહંના આ આદેશને કાંગ્રેસે સોશિયલ એન્જીનિયરિંગનો ભાગ ગણાવ્યો છે અને વોટ બેન્કની રાજનીતિ ગણાવી છે.
છત્તીસગઢમાં વિધનસભા ચૂંટણીના થોડાકજ મહિના પહેલા રાજ્ય સરકારે આ પરિપત્ર જાહેર કરીને અનુસૂચિત જાતિના વર્ગના એક મોટા સમુદાયને જાડવાનો પ્રયાસ કર્યો છે. કેન્દ્ર સરકારના દિશા-નિર્દેશોનો હવાલો આપતા રાજ્ય સરકારે તમામ સરકારી દસ્તાવેજામાં દલિત શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
છત્તીસગઢ સરકારના સામાન્ય પ્રશાસન વિભાગે રાજ્યના તમામ સરકારી વિભાગોને નિર્દેશિત કરતા કહ્યું કે, ‘આ શબ્દ સંવિધાનમાં નથી તેથી તેનો ઉલ્લેખ કરવામાં નહીં આવે. આ શબ્દના ઉપયોગ પર સજાની પણ જાગવાઈ કરવામાં આવી છે. જા કે કેટલી સજા થશે તે હજુ સ્પષ્ટ નથી. સજાની જાગવાઈ પર ર્ચા-વિચારણા થઈ રહી છે.
રાજ્યમાં અનુસૂચિત જાતિ વર્ગની વસ્તી વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૧૨ ટકા છે. રાજ્યમાં અનુસૂચિત જાતિ માટે કુલ ૯૦ માંથી ૧૦ બેઠક અનામત છે. તેમાંથી ૯ બેઠકો પર ભાજપનું શાસન છે. જ્યારે એક બેઠક કાંગ્રેસના હાથમાં
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY