દેવભૂમિ દ્વારકા,તા.૮
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના જડેશ્વર સોસાયટીમાંથી ખંભાળિયા પોલીસે ખાનગી બાતમીના આધારે બોગસ ડોકટરને પકડી પાડ્યો છે. ડીગ્રી વગર પ્રેÂક્ટસ કરતો બોગસ ડોકટર સલાયાના આરોગ્ય વિભાગનો જ કર્મચારી હતો ખંભાળિયા પોલીસે ડીગ્રી ન હોવા છતાં પ્રેકિટસ કરતો હોય ત્યારે આ બોગસ ડોકટરને હેલ્થ વિભાગ અને પંચો સાથે રાખી રેડ દરમિયાન પકડી લીધો અને કાયદેસરની કાર્યવાહી કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આવેલ જડેશ્વર સોસાયટીમાં રહેતા અને સલાયા ગામે આરોગ્ય વિભાગમાં કર્મચારી પાસે તબીબી સારવાર માટેની કોઈ જ ડીગ્રી ન હોવા છતાં ડોકટર બની લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો ત્યારે ખંભાળિયા પોલીસને ખાનગી બાતમીના આધારે રેડ પાડતા વિજય ગોડિયા (૫૩)ને ડોક્ટરની ડીગ્રી ના હોવા છતાં દર્દીઓને ઓથોપેડિક અને આયુર્વેદિક દવાઓ આપી લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો.
ખંભાળિયા પોલીસને ખાનગી બાતમી મળી હતી અને પોલીસ દ્વારા પંચો અને હેલ્થ ઓફિસરને સાથે રાખી રેડ પાડી હતી અને ડીગ્રી વગરના આ બોગસ ડોકટરને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી આયુર્વેદિક અને ઓથોપેડીક દવાઓ નો જથ્થો અને સારવાર અંગેના સાધનો મળી કુલ ૬૦ હજારથી વધુના મુદ્દામાલ ને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્વનું છે કે આ પહેલા પણ ખંભાળિયા શહેર અને આસપાસના વિસ્તારમાંથી ૬ જેટલા બોગસ ડોકટર પકડાઈ ચુકવ્યા છે ત્યારે ફરી ખંભાળિયા પંથકમાં છેલ્લા ૧૦ દિવસમાં પોલીસે ૩ બોગસ ડોકટરને પકડી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



