યોગી સરકાર તોગડિયાને અયોધ્યામાં એન્ટ્રી નહિ આપે…!!

0
28

લખનૌ,તા.૧૯
વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ રહી ચુકેલા અને મોદી સરકારની સામે પડેલા હિન્દુ આગેવાન પ્રવિણ તોગડિયાને યોગી સરકારે અયોધ્યામાં એન્ટ્રી નહી આપવાનો નિર્ણય લીધો છે.
હાલમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડિયા રામ મંદિર નિર્માણનો સંકલ્પ લેવા માટે ૨૨ અને ૨૩ ઓક્ટોબરે સરયૂ નદીના કિનારે એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતા પણ ફૈઝાબાદ વહિવટીતંત્રે સુરક્ષાનુ કારણ આપીને તોગડિયાને પ્રવેશ આપવાનો ઈનકાર કર્યો છે.
૨૨ ઓક્ટોબરે સેંકડો કાર્યકરો સાથે તોગડિયા આ કાર્યક્રમમાં પહોંચવાના છે. જેને અયોધ્યા કૂચ નામ અપાયુ છે. જાકે હવે તેના પર રોક લગાવવાની સાથે સાથે આ વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરવાનુ પણ નક્કી કરાયુ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY