ન્યુ દિલ્હી,તા.૧૨
વર્ષ ૨૦૧૬ માં પાકિસ્તાનમાં ઘૂસીને ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક આજે પણ વિશ્વને યાદ છે. આ સર્જિકલ સ્ટ્રાઇકમાં યોગદાન આપવા માટે પૂર્વ નગરોટા કાર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાજેન્દ્ર નિંબોરોકરને સમ્માનિત કરવા માટે મંગળવારે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં રાજેન્દ્ર નિંબોરકરે એક રસપ્રદ વાત જણાવી હતી.
તેમણે જણાવ્યું કે, પાકિસ્તાનની સીમામાં ૧૫ કિલોમીટર અંદર પહોંચ્યા બાદ ભારતીય સેનાએ દીપડાના મળ-મૂત્રનો ઉપયોગ કર્યો હતો, જેથી કુતરાઓને શાંત રાખવામાં આવે. સરહદ પર આસપાસના જંગલોમાં અમે જાયું હતું કે દીપડા અનેક વખત કૂતરાઓ પર હુમલો કરે છે અને આ હુમલાઓથી પોતાને બચાવવા માટે જંગલી કૂતરાં ટોળકીમાં જ રહે છે.
તેમણે આગળ જણાવ્યું કે, ‘રણનીતિ બનાવતી વખતે અમને ખબર હતી કે ગામના રસ્તાઓમાં નિકળતા કૂતરાઓ ભસવાનું શરૂ કરી શકે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે ભારતીય સેના દીપડાના મળ-મૂત્રને પોતાની સાથે લઇને ગઇ હતી. તેને ગામની બહાર છાંટી દેવામાં આવ્યું હતું જેથી કૂતરાઓ ભસે નહિં અને સેના સરળતાથી સીમા પાર કરી શકે. ‘
તેમણે જણાવ્યું કે સૈનિકોએ આ અંગે ગોપનીયતા જાળવી રાખી હતી. ત્યારબાદ રક્ષામંત્રી મનોહર પર્રિકરે આ ઓપરેશનને એક સપ્તાહમાં અંજામ આપવા જણાવ્યું. જા કે મે મારી ટુકડી સાથે અગાઉ જ આ અંગે ચર્ચા કરી લીધી હતી, પરંતુ તેમને જગ્યા વિશે જાણકારી આપવામાં આવી ન હતી. પરંતુ સૈનિકોને હુમલાના એક દિવસ પહેલા જગ્યા વિશે જણાવાયું. આ હુમલો સવારે ૩.૩૦ વાગ્યે કરાયો હતો.
તેમણે જણાવ્યું કે ભારતીય સેના સુરક્ષિત સ્થળે પહોંચી ગઇ અને યોગ્ય સમયે તક જાઇને સૈનિકોએ આંતકીઓ પર હુમલો કર્યો હતો. સેનાએ આ હુમલામાં ૨૯ આતંકીઓ ઠાર કર્યા હતા અને આતંકીઓના લોન્ચ પેડ્સ તેમજ બંકરોને ધ્વસ્ત કર્યા હતા. હુમલો કર્યા બાદ સેના સુરક્ષિત રીતે પોતાની સીમામાં આવી પહોંચી. આ સંપૂર્ણ કાર્યવાહી એટલી સફાઇથી કરવામાં આવી હતી પાકિસ્તાની સેના તેનાથી ચોંકી ઉઠી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


