ન્યુ દિલ્હી,તા.૧૨
બિહાર, પશ્ચિમ બંગાળ સહિત દેશના પૂર્વોત્તર રાજ્યોમાં બુધવારે સવારે ભૂકંપના ઝાટકા અનુભવાયાં. બિહારના કિશનગંજ, પૂર્ણિયા અને કટિહાર વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યાં હતા. ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર ૫.૫ નોંધવામાં આવી છે. જા કે હજુ સુધી કોઈપણ પ્રકારના જાન માલના નુકસાનની ખબર નથી. મળતી માહિતી મુજબ લગભગ ૨૫થી ૩૦ સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. તો બુધવારે સવારે જ હરિયાણાના ઝઝ્ઝરમાં પણ ભૂકંપ આવ્યો હતો. જેના આંચકા જમ્મુ કાશ્મીર સુધી અનુભવાયા હતા.
આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાડોશી દેશ બાંગ્લાદેશના રંગપુરમાં હતું. સવારે ૧૦ વાગ્યાની આસપાસ લગભગ ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. ભૂકંપ બિહાર, પશ્ચિમ બંગાળ, સિÂક્કમ, અરૂણાચલ પ્રદેશ અને આસામમાં અનુભવાયો છે. ભૂકંપ આવ્યાં બાદ વિસ્તારમાં ખળભળાટ ફેલાયો હતો, અને લોકો પોતપોતાના ઘરોમાંથી બહાર સુરક્ષિત સ્થાનો પર દોડી આવ્યાં હતા.
પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ અને સિક્કિમ,બિહારના પટના, કિશનગંજ, પૂર્ણિયા અને કટિહારમાં ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. આ ઉપરાંત કૂચબિહાર, દાર્જિલિંગ, જલપાઇગુડીમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.
આ પહેલાં બુધવારે જ જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. કાશ્મીરમાં ભૂકંપની તીવ્રતા ૪.૬ હતી. ભૂકંપના કારણે કોઈ નુકસાનની ખબર નથી. કાશ્મીરમાં સવારે સવા પાંચ વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો હતો.
જે બાદ લગભગ પોણા છ વાગ્યે હરિયાણાના ઝઝ્ઝર જિલ્લામાં ૩.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



