એક સપ્તાહમાં અલગ-અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.જેમાં આજરોજ સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ભુજ કચ્છ :૩૦માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અનુસંધાને આજરોજ તા.૦૮/૦૨/૨૦૧૯ ના રોજ ભુજ આર.ટી.ઓ. કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યું હતું.જેમાં ૭૫ જેટલા લોકોએ બ્લડ ડોનેટ કરી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમમાં ભુજ આર.ટી.ઓ. કચેરીના અધિકારી દીલીપ યાદવ તથા રેડકોસના ડો.દિ૫ સોમપુરા, મિરાબેન સાવલીયા,ભુજ જી.કે. બ્લડ બેંકના નિકેશભાઈ પોકાર વગેરે જોડાયા હતા.આજરોજ દીપ પ્રાગટય કાર્યક્રમમાં દાતા પરિવાર પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, ભુજના મેઘજી કુંવરજી ઉપસ્થિત રહ્યા હતાં.જિલ્લા ટ્રાફિકના પી.આઇ. જાડેજા તથા ચેતનભાઈ દાફડા,મોટરીંગ પબ્લીકના ઉમરભાઇ સમા,કચ્છ શ્રમજીવી વિકાસ સમિતિના નુરભાઇ સમા,કચ્છ કલાપી ન્યુઝના તંત્રી વિમલભાઈ સોની વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ બ્લડ ડોનેશનમાં પોલીસ વિભાગના સદસ્યો,રેડક્રેસના સદસ્યો,સિવીલીયન અને આર.ટી.ઓ.માં આવેલ અરજદારો,ઇન્જિનીયરીંગ કોલેઝના વિધાર્થીઓ,વિકલાંગ સદસ્યો,રીટાયર્ડ કર્મચારીઓ વગેરેએ આ કાર્યક્રમમાં સહભાગી બનીને બ્લડ ડોનેશન કેમ્પ સફળ બનાવ્યું હતું.
ગૌતમ બૂચિયા
રિપોર્ટર કચ્છ
૬૩૫૧૮૭૭૩૬૭
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




