સિડની,તા.૨૮
આૅસ્ટ્રેલિયા ૧૯૮૭ પછી ૧૯૯૯માં બીજી વાર વન-ડેનો વર્લ્ડ કપ જીત્યું હતું અને ૨૦મી સદીના એ આખરી વર્ષમાં એણે જીતેલી એ ટુર્નામેન્ટમાં એના ખેલાડીઓએ જે ડિઝાઇનવાળા પીળા રંગના કપડાં પહેરેલાં હતાં એવાં જ કપડાં કાંગારુંઓની ટીમ ન્યૂ ઝીલૅન્ડ સામેની આગામી વન-ડે શ્રેણીમાં પહેરશે.
૧૯૯૯ના વિશ્ર્વકપની ફાઇનલમાં આૅસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવ્યું હતું. શેન વાર્ન એ ફાઇનલનો હીરો હતો, જ્યારે લાન્સ ક્લુઝનર મૅન આૅફ ધ ટુર્નામેન્ટનો અવાર્ડ જીત્યો હતો.
કાંગારુંઓની ટીમે કિવીઓ સામેની આગામી શ્રેણીમાં કઈ ડિઝાઇનનો યુનિફોર્મ પહેરવો એના વિશે આૅસ્ટ્રેલિયામાં વોટિંગ થયું હતું જેમાં બહુમતી લોકોએ ૧૯૯૯ના વર્લ્ડ કપના ટી-શર્ટ અને ટ્રાઉઝરની જાડી પર મહોર મારી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



