તલાટી અને સરપંચ દ્વારા સભ્યોને વિશ્વાસ માં લીધા વગર તમામ ગ્રાંટો બરોબર વાપરી નાખી જો તાપસ કરવામાં આવે તો ઘણું બહાર આવે ની માંગ
આગાઉ ડીડીઓને લેખિત રજુઆત કરવા છતાં કોઈ પગલાં ના ભરાતા હવે સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું
રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના જામની ગ્રામ પંચાયત માં સરપંચ અને તલાટી દ્વારા સરકારી ગ્રાન્ટો અને વિકાસ ના કામોમાં ભ્રસ્ટાચાર થયો હોવાની બાબતે ગ્રામ પંચાયતના 7 જેટલા સભ્યોએ આક્ષેપ કરી જિલ્લા કલેક્ટરને આવેદન આપી તપાસ ની માંગ કરી છે ત્યારે સરકારી ગ્રાંટો નો દૂર ઉપયોગ સાથે સભ્યોના ખોટા સહી સિક્કા કરી ગ્રામપંચાયત માં ચાલતા ભ્રસ્ટાચારની રજૂઆત મુદ્દે ફાફળાટ ફેલાયો છે.
જામની ગ્રુપ ગ્રામપંચાયત ના સભ્યો દ્વારા અપાેલા આવેદન અુસાર ડેડીયાપાડા ની જામની ગ્રુપ ગ્રામ પંચાયત માં બહુમતીના જોરે એક પેનલ જીતી અને મહિલા આદિવાસી અનામત બેઠક પરથી જોગના શિવરામ વસાવા સરપંચ તરીકે ચૂંટાયા બાદમાં તેમના હાથમાં વહીવટ આવતા તેમના પતિ શિવરામ ધનજી વસાવા ગામના તલાટી કમ મંત્રી સાથે મળીને બરોબર કોઈપણ સભ્યોને વિશ્વાસ માં લીધા વગર બરોબર ગ્રાન્ટો વાપરી નાખી સભ્યોની ખોટી સહી અને સિક્કા પણ તેમની જાણ બહાર મારી ભ્રસ્ટાચાર કરવા લાગ્યા 14 માં નાણાપંચ ની કેટલી ગ્રાંટો આવી સાથે રસ્તા, પાણી, નાળા, લાઈટ, બોર, મોટર ના કામોમાં પણ ઉંચા બીલો મૂકી ભ્રસ્ટાચાર કરવામાં આવ્યો જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. નરેગાના કામો માં પણ એકલો ભ્રસ્ટાચાર કર્યો હોય ભ્રસ્ટાચાર કરવામાં આવ્યો છે, આ સરપંચ તેમના પતિ અને તલાટી પર કાયદેસરની કાર્યવાહી થાય સાથે આ ગ્રુપ ગ્રામપંચાતની તપાસ કામ એક એક કામોની તાપસ થાય બેંકોમાં કોની સહીઓ થાય છે તે પણ ચેક થાય જે બાબતની તાપસ ની માંગ ગામ પંચાયત ના સભ્ય એવા વસાવા દિવેલીયા, અભેસિંગ વસાવા, ગીતાબેન વસાવા,અંજનાબેન વસાવા, યશોદાબેન વસાવા, રંજનાબેન વસાવા, ઈશ્વર વસાવા સહીત ગ્રામજનોએ પણ આક્ષેપો લગાવ્યા છે. સાથે સચોટ તપાસની માંગ કરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


