આજે મુખ્ય મંત્રી વિજય રૂપાણી નર્મદા બંધ પર આવી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણની કામગીરીનું નિદર્શન કરશે

0
251

સવારે 10 વાગે જ્યાં જાહેરસભા થવાની છે ત્યાં હેલિપેડ ખાતે ઉતરાણ કરશે, પ્રેઝન્ટેશન, સ્ટેચ્યુ વિઝીટ અને ટેન્ટ સીટી ની પણ
વિઝીટ કરશે

રાજપીપળા : વિશ્વની સૌથી ંચી પ્રિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ તૈયાર છે ત્યારે તેનું લોકાર્પણ 31 ઓક્ટોબરના રોજ પી.એમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે જેને લઈને તડામાર તૈયારીઓ ચાલુ છે. ત્યારે સ્ટેચ્યુ ના લોકાર્પણને લઈને કેટલીક સમસ્યાઓ છે અને હજુ રોડની કામગીરી બાકી છે ત્યારે ભવ્ય પ્રોગ્રામ ટૂંકાવી 8 થી 10 હજાર લોકોની હાજરી માં કરવો , વીવીઆઈપી ઓ વધુ બોલાવવા કે કેમ સહીત ની અનેક ચર્ચા કરવામાં આવશે અને આધિકારીઓ સાથે કામગીરીની તૈયારીનું પ્રેઝન્ટેશન, સ્ટેચ્યુ વિઝીટ અને ટેન્ટ સીટી ની વિઝીટ પણ રૂપકની રૂપાણી કરશે

31 મી ઓક્ટોબર ના સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણ ને લઈ તડામાંડ તૈયારીઓ ચાલી રહી છે કેન્દ્રમાં માંથી અને રાજ્યની સચિવોની તમામ ટીમો આવી જરૂરી કામગીરી નું નિદર્શન કરી રિપોર્ટ મુખ્ય મંત્રીને આપ્યો બાદમાં તૈયારીના આખરી ઓપ ની સમીક્ષા કરવા મુખ્ય મંત્રી વિજય રૂપાણી આજે સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ની મુલાકાત લેવા કેવડિયા કોલોની આવશે, અને 10 વાગે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે હેલીકૉપટર માં આવશે બાદમાં સર્કિટહાઉસ ખાતે બેઠક યોજી પ્રેઝન્ટેશન, સ્ટેચ્યુ વિઝીટ અને ટેન્ટ સીટીની વિઝીટ કરી જરૂરી તમામ માહિતી મેળવશે એમ જાણવા મળ્યું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY