ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે ડહેલી ચોકડી નજીક એક ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી.ફાયર ફાયટરોએ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

ઘટનાની મળતી માહિતી અનુસાર એક ટ્રક ચાલક ટ્રકમાં કપચીનો ભુકો ભરીને વાડી ગામ તરફથી વાલિયા ગામ બાજુ આવી રહ્યો હતો. દરમિયાન વાલિયાની ડહેલી ચોકડી પાસે અચાનક ટ્રકમાં આગ લાગતા ઘુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા.જો કે ટ્રક ચાલક સમય સુચકતા વાપરી ફુદી પડયો હતો.જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગને પગલે રાહદારીઓએ આગની જાણ ઝઘડિયા GIDC ફાયર વિભાગ અને અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ફાયર વિભાગને જાણ કરી હતી. જેને કારણે બંને ફાયર વિભાગની ટીમના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

આગને પગલે મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. સમગ્ર આગની ઘટનામાં આખી ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી.આગની ઘટનામાં કોઈપણ જાતની જાનહાની ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.ટ્રકમાં આગ શુ કારણ સર લાગી હશે તે જાણી શકાયું નથી.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-990473000
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




