સુપર અર્થ પૃથ્વીથી લગભગ ૬ પ્રકાશ વર્ષ દૂર છે વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતાઃ સુપર-અર્થ શોધી કાઢ્યો

0
244

વોશિંગ્ટન,તા.૧૫
વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. વૈજ્ઞાનિકોએ સુપર-અર્થ ખોળી કાઢ્યો છે, જે સૂર્યથી સૌથી નજીક કક્ષામાં સ્થિત છે. બરફની જેમ દેખાતો આ ‘સુપર અર્થ’ પૃથ્વીથી લગભગ ૬ પ્રકાશ વર્ષ દૂર છે. વૈજ્ઞાનિકોનું એવુ માનવુ છે કે ખગોળવિદ્દ સૌરમંડળથી અલગ આ દુનિયા અંગે નવી માહિતી એકત્રિત કરી શકશે.
માનવામાં આવી રહ્યું છે કે આ વૈજ્ઞાનિકો દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું સંશોધન છે અને આવનારા સમયમાં પૃથ્વીથી સૌથી નજીકના ગ્રહો વિશે માહિતી એકત્રિત કરવામાં વૈજ્ઞાનિકોને મોટી મદદ મળી શકે છે. વૈજ્ઞાનિકોને મળેલી આ મોટી સફળતાની માહિતી પત્રિકા નેચરમાં પ્રકાશિત કરવામાં આવી છે. આ લેખમાં જણાવવામાં આવ્યું છે કે કેવીરીતે ખગોળવિદ્દોએ છ પ્રકાશ વર્ષ દૂર આ બરનાર્ડ સ્ટાર અંગે જાણકારી મેળવી છે. ખગોળવિદ્દોને સંશોધન દરમ્યાન જાણવા મળ્યું કે આ ગ્રહ પર ‘જામેલી અને ધુંધળી દુનિયા’ પણ છે, જે લગભગ પૃથ્વીથી ૩.૨ ગણી વજનદાર છે.
ઉલ્લેખનીય છે કે આ ગ્રહને અત્યાર સુધી બરનાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. રિપોર્ટ મુજબ, અમારા સૌરમંડળ બહાર પૃથ્વીની નજીક આ બીજા ગ્રહ છે, જે દર ૨૩૩ દિવસોમાં યજમાની કરે છે.
ઈન્સ્ટીટ્યુટ આૅફ સ્પેસ સ્ટડીજના કટાલોનિયા એન્ડ સ્પેન ઇન્સ્ટીટ્યૂટના ઈગનાસી રિબાસે કહ્યું કે આ સંશોધન ત્યારે મહત્વપૂર્ણ હોય છે કારણકે અહીં કંઈક એવુ થાય છે, જેમકે તમારો પાડોશી. જેની સાથે અમે વાત કરવા ઈચ્છે છે. રિબાસે કહ્યું છે કે સુપર અર્થ નિશ્ચિત રીતે રહેવા માટે યોગ્ય સ્થાન નથી, કારણકે ત્યાં પાણી અને હવા કંઈ નથી. અહીં થોડુ પાણી અને ગેસ છે તો તે ઘન સ્વરૂપમાં છે એટલે ત્યાં બધુ જમા થયું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY