ટીએમ ક્રૃષ્ણાએ શુક્રવારે યોજાનાર સંગીત કાર્યક્રમ અચાનક સ્થગિત કર્યો

0
239

ટીએમ ક્રૃષ્ણા મોદીના આલોચક છે
ન્યુ દિલ્હી,તા.૧૫
દિલ્હીમાં શુક્રવારે યોજાનાર શાસ્ત્રીય સંગીત અને ડાન્સના એક કાર્યક્રમને સ્થગિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ગાયક ટીએમ કૃષ્ણા સહિત અન્ય કલાકાર જાડાવાના હતા. કાર્યક્રમને સ્થગિત થવાની જાણકારી કાર્યક્રમના આયોજકોએ ગુરૂવારે આપી છે.
આ કાર્યક્રમના આયોજકોમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પણ સામેલ હતુ. એક રિપોર્ટ અનુસાર રાઈટ વિંગ ટ્રોલ્સના કથિત રીતના દબાણના કારણે આ કાર્યક્રમને સ્થગિત કરવો પડ્યો છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી જાહેર કરેલા નિવેદન મુજબ કાર્યક્રમને સ્થગિત કરવાનું કારણ તાત્કાલિક વ્યસ્તતા ગણાવી છે. તેમાં કહેવામાં આવ્યુ કે કાર્યક્રમની નવી તારીખની જાહેરાત જલ્દી કરવામાં આવશે. આ કાર્યક્રમ સ્પીક મેકના સહયોગથી ચાણકયપુરીમાં યોજાવાનો હતો.
ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ ઇન્ડિયન એક્સપ્રેસમાં લખેલા એક લેખમાં તેની પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છેલ્લા અઠવાડિયા સુધી આ કાર્યક્રમ વિશે ટ્‌વીટ કરતું રહ્યું છે, પરંતુ જેવી ખબર પડી કે ટીએમ કૃષ્ણા પણ આ કાર્યક્રમમાં જાડાવાના છે. રાઈટ વિંગ ટ્રોલ્સે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. કાર્યક્રમને રદ કરવાની માગ ઉઠવા લાગી. આ ટ્રોલ્સને સંગીત વિશે કોઈ જાણકારી નથી. કૃષ્ણા હિન્દુત્વ અને મોદી સરકારના આલોચક છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY