“અંકલેશ્વર-હાંસોટ વિસ્તારમાં નહેરો ચાલુ થતાં જ સિમેન્ટ કોંક્રેટ કરાયેલ નહેરમાં ભંગાણ સર્જાતા ખેડૂતો અને ઉદ્યોગપતિઓ મા નહેર ખાતા દ્વારા કરવામાં આવેલ કામગીરી સામે રોષ ભભૂકી ઉઠ્યો છે”

0
142

અંકલેશ્વર-હાંસોટ વિસ્તારની નહેરોનું સિમેન્ટ કોન્ક્રીટ કરવા અર્થે અંદાજે રૂ. દસ કરોડના ખર્ચે અને બે મહિના માટે નેહરો ને બંધ કરી કામગીરી કરવામાં આવી હતી ખેડૂતો અને ઉદ્યોગોએ પણ સારી કામગીરીને અપેક્ષાએ અનેક પાણી ની તકલીફો ભોગવી હતી . આ કામગીરી વહેલી પુરી કરવા માટે ચોવીસ કલાક કામ ચાલતું હતું નહેર ખાતા ના કોઈપણ અધિકારીની હાજરી વગર કામો ચાલતાં હતાં કોન્ટ્રકટરે પોતાના આર્થિક હિત સાચવવા ઉતાવળે કામગીરી પૂર્ણકરી હતી તેના પરિણામે કામોમાં ગુણવત્તા ન જળવાઈ હોવાની બુમરાણ મચી છે. નહેરના આ કામમાં અનેક જગ્યાએ ભંગાણ સર્જાયું છે જેમાં મોટી તિરાડો છે. આમ જે અપેક્ષાએ તકલીફો ભોગવી હતી તે ખોટી નીવડી છે કેમ કે હાલમાં જો આ પરિસ્થિતિ હોય તો આ થયેલ કામનું આયુષ્ય કેટલું ? જેથી આ કામગીરી શંકાસ્પદ બની ગઈ છે. કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

આસપાસ ના ગામો માટીએડ. દિગસ અને હાંસોટ માં થયેલ કામગીરીમાં પણ અનેક જગ્યાએ તિરાડો નજરે પડે છે અંકલેશ્વર અને હાંસોટ ચાલતા નહેર ખાતા ના પ્લાન્ટ ની મુલાકાત પણ લીધી હતી
આ બાબતમાં નહેરખાતાના એકઝીકેટિવ ઇન્જિનિયર ચૌધરી સાહેબને આ વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે
“અમને ગઈકાલે આ બાબતની જાણકારી મળી છે અને અમો કોન્ટ્રાક્ટર પાસે આ રીપેરીંગ કરાવીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે જો કામ તકલાદી થયું હોય અને નહેરખાતાના અધિકારી સામે ભ્રષ્ટાચાર સાબિત થાય તો તેમની સામે કાયદાકીય પગલાં ભરાવા જોઈએ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY