ભરૂચમાં એકાએક વાતાવરણ પલટાતા ઠંડીનું મોજું

0
237

ભરૂચ,
આજ રોજ સાવારથી જ ભરૂચના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે છુટા છવાયા વાદળો વચ્ચે સૂર્યનારાયણ ઘેરાઈ જતા અચાનક જ વાતાવરણ પલ્ટાયું હતું.
ભરૂચ શહેર અને જીલ્લામાં તા.૬ ના રોજ સવારથી ઠંડક ભર્યો માહોલ જામ્યો હતો. વાદળોની વચ્ચે સૂર્યનારાયણ ઘેરાયેલા નજરે પડયા હતા. જેના કારણે શહેર અને જીલ્લામાં વાદળછાયા આકાશથી વાતાવરણ બદલાઈ જવા પામ્યું હતું. ઠંડા પવનના કારણે વરસાદી માવઠાની શયકતાઓને લાગતા જીલ્લાના મોટા ભાગના ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. બીજી તરફ ઠંડક ભર્યા માહોલને લોકોએ ચાની ચુસ્કીઓ તેમજ અન્ય ગરમા ગરમ વાનગીઓ આરોગતા પણ નજરે પડ્યા હતા સાથે જ ખેડૂતોને માવઠાનો ભય સતાવી રહ્યો છે. . જોકે મહતમ તાપમાન 32 ડીગ્રી હતુ. જેમા આજરોજ 4 ડિગ્રીનો ધટાડો થતા ઠંડીનું જોર વધ્યુ હતું. અપર સાઈકલોનમા અપસેટ સર્જાતા વાતાવરણમા બદલાવ આવ્યો હોવાની સંભાવના હવામાન ખાતાએ વ્યકત કરી હતી. તો બીજી બાજુ ખેતી વિજ્ઞાની મુકેશ પટેલના કહેવા મુજબ આવા વાતાવરણમાં જો ભેજ વધવાથી મોડી સાંજે પવન સાથે હળવો વરસાદ વરસ્યો હતો અને ઠંડીનું જોર વાધ્યું હતું. સાથે ત્રણ દિવસ સુધી આવો માહોલ રહે તો પાકમા ઈયળો પડી શકે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY