વાલીયા પોલીસ સ્ટેશનના પ્રોહી. ગુન્હામાં દસ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી વાલીયા પોલીસ

0
17

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા અંકલેશ્વર ડીવિઝન નાયબ પોલીસ અધિક્ષક લગધીરસિંહ ઝાલાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ નાસતા ફરતા આરોપીઓ ને પકડવાની ડ્રાઈવ ચાલતી હોય જે અનુસંધાને વાલીયા વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓની શોધખોળની કામગીરી દરમ્યાન માહિતી મળેલ કે વાલીયા પો.સ્ટે. ગુ.ર.નં. ॥૨૮૧/૨૦૦૮ પ્રોહી એક્ટ કલમ- ૬૬(૧)બી, ૬૫(એ)(ઈ),૧૧૬(ખ) મુજબના કામનો આરોપી ધનસુખભાઇ ઉર્ફે ધનીયો 5/૦ વનુભાઇ બાબુભાઇ કામળી પટેલ રહે. નાની વાંકળ (પતળીયા) કામળી ફળિયા દમણનાઓ ચીખલી પો.સ્‍ટે. પ્રોહીના ગુન્‍્હાના કામે પકડાયેલ હોય અને નવસારી જીલ્લા જેલ ખાતે હોય અને તેના જામીન મંજુર થઈ ગયેલ હોય જેથી અત્રેના પો.સ્ટે. થી એક ટીમ સદર આરોપીને પકડવા માટે નવસારી જીલ્લા જેલ ખાતે જઈ વોચમાં રહી આરોપી જામીન મુક્ત થઈ બહાર આવતા આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે. અને સદર આરોપીને વાલીયા પો.સ્ટે. લાવી ગુન્હા સબંધે પુછપરછ કરતા તેઓ ગુન્હાની કબુલાત કરતા ગુન્‍્હાના કામે આજ રોજ તા. ૨૯/૧૨/૨૦૧૮ ના કલાક ૧૮/૩૦ વાગે અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY