જોધપુર;
જોધપુર કોર્ટે સોળ વર્ષની સગીરા પર ગુજારેલ બળાત્કાર કેસ ના તમામ આરોપીઓને જોધપુર કોર્ટે દોષિત જાહેર કર્યા. જજ મધુસુદન શર્માએ ફેંસલો આપતા આ બળાત્કાર કેસ ના તમામ આરોપીઓને દોષીત માન્યાછે. આસારામ સહિત અન્ય આરોપી શિલ્પી અને શરદ દોષિત સાબિત થયા છે જ્યારે શિવા અને પ્રકાશને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
ચુકાદાના પગલે શાહજહાંપુરા માં પીડિતાના ઘરે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. અમદાવાદમાં પણ આસારામ આશ્રમ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જોધપુર જિલ્લામાં કિલ્લેબંધી જેવા દૃ્શ્યો સર્જાયા છે. જોધપુરમાં 10 દિવસ માટે 144ની કલમ લાગુ કરવામાં આવી છે.જોધપુરમાં આવતા-જતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરમાં આસારામના સમર્થકોની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. તો અમુક જગ્યાએ સમર્થકોની અટકાયત પણ કરવામાં આવી છે.પોલીસ દ્વારા હોટલો માં ચેકિંગ કરી કોણ કોણ રોકાયું છે તેની માહિતી મેળવવામાં આવી રહી છે. આ ઉપરાંત દોઢ હજાર કરતા વધારે પોલીસ જવાન અને અધિકારી તૈનાત રહેશે. તેમની સાથે 5 આરએસીની કંપનીઓ, એસટીએફ, મિલિટરીની બટાલિયન, વ્રજ, વોટન કેનન પણ તૈનાત રાખવામાં આવશે. પોલીસે જોધપુર શહેરમાં રહેતા લોકોને આસારામ સમર્થકોની માહિતી નજીકના પોલીસ સ્ટેશન અને પોલીસ કંટ્રોલ રૂમને આપવાની પણ અપીલ કરી છે.
માધ્યમ
સંપૂર્ણ સમાચાર સેવા
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"