ચેન્નાઈ,તા.૨
ચેન્નઇનાં સ્ય્ઇ નગરમાં ૨૪ વર્ષીય એક મહિલાએ આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. આખી ઘટના મુજબ મહિલાનાં પતિએ તેને સુપ્રીમ કોર્ટનાં એડલ્ટ્રી મામલે આપેલા નિર્ણયનો હવાલો આપીને એક્સ્ટ્રા મેરિટિયલ અફેર પર ચુપ રહેવા કહ્યુ હતું.
પોલીસનાં જણાવ્યાં મુજબ, પુષ્પલતાએ બે વર્ષ પેહલાં તેનાં પરિવારની મરજી વિરુદ્ધ જઇને ૨૭ વર્ષિય જાન પોલ ફ્રેંકલિન સાથે લગ્ન કર્યા હતાં. આ દંપતિને એક સંતાન પણ છે.
કોર્પોરેશન પાર્કમાં સિકિયોરિટી ગાર્ડનું કામ કરનારા ફ્રેંકલિનને જયારે ખબર પડી કે પુષ્પલતાને ટીબી છે તો તેણે તેની પત્નીથી દૂરી બનાવવાની શરૂ કરી દીધી..જ્યારે તેને પત્નીનાં ઇલાજ માટે પૈસા આપવાનો ઇન્કાર કરી દીધો તો પુષ્પલતાએ ફ્રેંકલિનનાં એક મિત્ર સાથે વાત કરી. જેણે તેને ફ્રેંકલિનનાં કોઇ અન્ય મહિલા સાથે સંબંધ અંગે વાત કરી.
આ વાતની જાણકારી થતા પુષ્પલતાએ પતિને ધમકી આપી કે જા તે તે મહિલા સાથે સંબંધ નહીં તોડે તો તે પોલીસ કેસ કરશે. આ પર ફ્રેંકલિને સુપ્રીમ કોર્ટનાં નિર્ણયનો હવાલો આપતા કહ્યુ કે, હવે તો પોલીસ પણ તેનાં વિરુદ્ધ કોઇ એક્શન લઇ શકતી નથી. જે બાદ મહિલાએ શનિવારે પોતાની જાતને ફાંસી લગાવી દીધી. પોલીસે હાલમાં ફ્રેંકલિનની પૂછપરછ શરૂ કરી છે.
ચીફ જસ્તિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા વાળી ૫ સદસ્યની સંવિધાન પીઠમાં જસ્તિસ એએમ ખાનવિલકર, જસ્તિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્તિસ રોહિંગટન નરીમન અને જસ્તિસ ઇંદુ મલ્હોત્રા શામેલ હતાં. આ નિર્ણયથી તમામ જજ એકમત હતાં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



