“મારી ઓળખ “તમામ હાઉસવાઈફોને સંપૂર્ણ આદર સહિત

0
28

💁‍♀ *બાયોડેટા*
– *એક હાઉસવાઈફનો*🤷🏻‍♀
————————————–
*નામ* –   *કોઈ પણ રાખો, શું ફરક પડે છે?
*જન્મ* – *દિકરી તરીકે અણગમતો આવકાર
*ઉંમર* –  *૪૯થી ઉપર કોઈ પણ આંકડો ધારી લો.
*સરનામું-*
*પહેલા પિતાનું ઘર*
– હાલમાં પતિનું
-ભવિષ્યમાં દીકરાનું ઘર
કે કદાચ ઘરડાઘર

*વિશેષતા*- *બાપની દ્રષ્ટિએ તેજસ્વી દીકરી*
-મા ની દ્રષ્ટિએ નફકરી
-સાસુની દ્રષ્ટિએ દીકરાની જિંદગી બગાડી

      -વરની દ્રષ્ટિએ જૂનવાણી ને ફૂવડ
-મોટા થયેલા દિકરા/દિકરીની દ્રષ્ટિએ – રહેવા દે તને કંઈ ખબર નહીં પડે
-પોતાની દ્રષ્ટિએ – ખબર નથી

*કાર્યાનુભવ*
– ઘરકામ….. ૩૦ વર્ષથી
-રસોડું….. ૩૦ વર્ષથી
-ઝાડુ પોતા….. ૩૦ વર્ષથી
-કપડા- વાસણ….. ૩૦ વર્ષથી
ઘરના સભ્યો, સગા વ્હાલા અને મહેમાનોને સાચવવાના…….૩૦ વર્ષથી
*બાળકો* – નંગ બે (તેમને જન્મ, ઉછેર, ભણતર, ગણતર  *વગેરે વગેરે)
જેમ કે —
દૂધ પાયું – ૧ વર્ષ
બાળોતિયાં બદલ્યાં – ૩ વર્ષ
ચાલતા શીખવ્યું, બોલતા શીખવ્યું, ભણતા શીખવ્યું, હોમવર્ક કરાવ્યું.
-માંદગીમાં ને પરીક્ષા વખતે ઉજાગરા કર્યા વગેરે વગેરે……
*જરૂરિયાત* -બે ટાઈમ ખાવાનું,
-થોડા ઘણા કપડા,
-વાર – તહેવારે ને પ્રસંગે થોડા
-ભારે  કપડા – દાગીના કુટુંબનું
-સારું લાગે એટલા માટે
*અપેક્ષા* – કંઈ નહીં
*વળતર* – કંઈ નહીં..
*આવક* – કંઈ નહીં..
*બચત* –  કંઈ નહીં..
*પૈસાની જરૂરિયાત માટે*- પતિ કે દિકરાની પાસે માંગવાના અને એ પણ વિગતવાર જરૂરિયાત શી છે એ સમજાવવું જરૂરી. પછી પણ એ લોકોનો મૂડ હોય તો મળે અને સાથે બહુ બધી શિખામણો સાથે કે તારે શી જરૂર છે વગેરે વગેરે.
*પોતાની મુશ્કેલીઓ* – કહેવાની અદીઠ મનાઈ. કહો  તો કોઈ સાંભળે નહીં કે પછી સાંભળીને ભૂલી જાય.
*ઘર કુટુંબમાં કદર* – કંઈ નહીં.. એમાં શું ? એ તો એણે કરવાનું જ હોયને એવી બધાની માન્યતા અને કૉમેન્ટ્સ.

*અને છતાં કાયમ ફરજીયાત હસતા તો રહેવાનું જ, નહિ તો લોકો અભિમાની ગણે !!*
તમામ હાઉસવાઇફો ને સસ્નેહ અર્પણ 🌹
આપની  અનામિકા

  1.                          …..

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY