JKના હવામાનને કારણે કેસરના પાક પર અસર, ઉત્પાદનમાં ૬૮ ટકાનો ઘટાડો

0
104

ન્યુ દિલ્હી,
તા.૧/૪/૨૦૧૮

વર્તમાન ક્રોપ યરમાં દેશમાં કેસરનું ઉત્પાદન ૬૮.૧૫ ટકા ઘટીને ૯.૧૦ ટન રહેવાનું સરકારી આંકડા જણાવી રહ્યા છે. કેસરના મુખ્ય ઉત્પાદક વિસ્તાર જમ્મુ અને કાશમીરમાં સુકા હવામાનને કારણે પાક પર અસર પડી છે. દેશમાં હિમાચલ પ્રદેશમાં પણ કેસરનું ઉત્પાદન થાય છે જેમાંનું મોટાભાગનું નિકાસ થાય છે. કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે, ૨૦૧૭-૧૮ના ક્રોપ યર (જુલાઈથી જુન) દરમિયાન કેસરનું ઉત્પાદન ૯.૧૨ ટન રહેવાનું જણાવાયું છે જે ગઈ વેળાની મોસમમાં ૨૮.૬૪ ટન રહ્યું હતું.

પાકના વિકાસના મુખ્ય તબક્કાના સમયે હવામાન સુકૂ રહેતા ઉત્પાદન મંદ રહેવાની શકયતા ઊભી થઈ છે. આ અગાઉ ૨૦૧૪-૧૫માં પૂરની સ્થતિને કારણે ઉત્પાદન ઘટીને ૮.૫૧ ટન રહ્યું હતું. ઊંચી ગુણવત્તાને કારણે ભારતીય કેસરની વિશ્વ બજારમાં માગ વધી રહી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. નેશનલ સેફરોન મિશન હેઠળ કેસરના વાવેતર અને નિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY