ફિફા : ક્રોએશિયાએ બધાને ચોંકાવ્યા

0
263

ફિફા વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચીને ક્રોએશિયાએ દુનિયાના દેશોને ચોંકાવી દીધા છે. તે ફાઇનલમાં ભલે હાર્યુ પરંતુ તેની રમતથી તમામ કરોડો ફુટબોલ પ્રેમીઓ ચોક્કસપણે પ્રભાવિત થયા છે. વિશ્વની ટોપ ટીમોને જે રીતે ક્રોએશિયાએ પાણી પીવડાવ્યુ છે તે ચોક્કસપણે તેમની કુશળતા સાબિત કરે છે. ક્રોએશિયા માટે ચોક્કસપણે વિશ્વ કપ સ્વતંત્રતાના ૨૭ વર્ષની ખેલ ઘટનાઓમાં સૌથી મોટી ઘટના તરીકે રહી છે. ચાર સપ્તાહ સુધી જારી રહેલી સફળતા ફાઇનલમાં આવીને અટકી હતી. પાટનગર જગરેબના સેન્ટ્ર્‌લ પ્લાજામાં હજારોની ચિચયારિઓ જાવા મળી હતી. લોકો તેની રમતથી ઝુમી રહ્યા હતા. ૨૮ વર્ષીય મેકેનિકલ એન્જયર સ્ટેનિક તો કહે છે કે તેમની સામે અભૂતપૂર્વ ખુશી આવી છે. હારમાં પણ ક્રોએશિયાના લોકોએ તો જેમ તેમ કરને ઉજવણી કરી લીધી હતી. કારણ કે વર્ષ ૧૯૫૦ બાદ આ ટીમે સૌથી ઓછી વસ્તી ધરાવતા દેશને ફાઇનલ સુધી પહોંચાડી દેવામાં સફળતા મેળવી હતી. ખુબ ઓછા લોકોને આ અંગે માહિતી છે કે ક્રોએશિયામાં સૌથી લોકપ્રિય રમત ફુટબોલ જ રહી છે. જેના કારણે આજે ખુબ ઓછી વસ્તી ધરાવતા દેશ તરીકેની છાપ હોવા છતાં ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમ પહોંચી શકી છે. આ દેશમાં દરેક વયની વ્યક્ત ફુટબોલ રમે છે. અલબત્ત ફુટબોલની રમત અહીં વર્ષ ૧૮૭૩માં ઇંગ્લશ લોકો દ્વારા શરૂ કરવામાં આવી હતી. વર્ષ ૧૯૯૩થી ક્રોએશિયા એક સ્વતંત્ર ગણરાજ્ય તરીકે છે. પહેલા તેની સાથે જુદા જુદા દેશો મર્જ હતા. તેને ફિફાની માન્યતા પણ આ ગાળા દરમિયાન જ મળી ગઇ હતી. વર્ષ ૧૯૯૬માં આ ટીમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સામેલ થઇ હતી. વર્ષ ૧૯૯૮માં ક્રોએશિયાની ટીમ સત્તાવાર રીતે ફિફા વર્લ્ડ કપમાં સામેલ થઇ ગઇ હતી. ૨૦૧૮માં ફાઇનલમાં પહોંચીને ક્રોએશિયામાં આ રમતને વધારે લોકપ્રિય કરવાનુ કામ કરી દીધુ છે. ક્રોએશિયાની ટીમ એક શક્તશાળી ટીમ તરીકે ઉભરી છે. તેની ટીમ પાંચ વર્લ્ડ કપમાં પ્રવેશી છે. વર્ષ ૧૯૯૮માં તેની ટીમ બ્રોન્ઝ જીતવામાં સફળ રહી હતી. વર્ષ ૨૦૧૮માં સિલ્વર જીતવામાં સફળ રહી છે. યુરોપિયન ચેમ્પયનશીપની વાત કરવામાં આવે તો પાંચમાં તે પ્રવેશી છે. ૧૯૯૬ અને ૨૦૦૮માં ક્વાર્ટર ફાઇનલમાં પણ ટીમ પહોંચી છે. વર્ષ ૨૦૦૯માં તેની ઇંગ્લેન્ડ સામે સૌથી કારમી હાર થઇ હતી. ઇંગ્લેન્ડ સામે અહીં તેની ૫-૧થી હાર થઇ હતી. તેની સૌથી મોટી જીતની વાત કરવામાં આવે તો ક્રોએશિયાની સૌથી મોટી જીત વર્ષ ૨૦૧૬માં ફ્રેન્ડલી મેચમાં જાવા મળી હતી. સાન મારિનો પર ૧૦-૦થી તેની જીત થઇ હતી. હાલમાં ક્રોએશિયાની ટીમ રેન્કિંગમાં ૨૦મા સ્થાને છે પરંતુ ફિફા વર્લ્ડ કપમાં તેના કરતા સારી ટીમોને તે હાર આપવામાં સફળ રહી છે. ટીમમાં સ્ટાર ખેલાડીઓની કોઇ કમી નથી. જુદી જુદી મોંઘી ક્લબ તરફથી રમે છે. હાલમાં હેડ કોચ તરીકે ડાલિક છે. જ્યારે કેપ્ટન તરીકે લુકા મોડરિક છે. જે આધુનિક સમયનો સૌથી શ્રેષ્ઠ મિડ ફિલ્ડર તરીકે છે. તેને ગોલ ક્રિએટર તરીકે પણ ગણવામાં આવે છે. ક્રોએશિયા તરફથી સૌથી વધારે મેચ રમવાનો રેકોર્ડ ડારિો સરનાના નામે છે તે ૧૩૪ મેચ
રમી ચુક્યો છે. આવી જ રીતે સૌથી વધારે ગોલ કરવાનો રેકોર્ડ ડાવોર સુકરના નામે છે. તે ૪૫ ગોલ કરી ચુક્યો છે. ફિફા કોડ તરીકે તેની સીઆરઓ તરીકે નોંધણી થયેલી છે. લુકા મોડરિક વર્તમાન વર્લ્ડ કપમાં છવાયેલો રહ્યો હતો. તેની રમતથી કરોડો ફુટબોલ પ્રેમીઓ પ્રભાવિત થયા હતા. ક્રોએશિયાની વસ્તી ૪.૨૮ મિલિયનની રહેલી છે. જે પૈકી મોટા ભાગના લોકો રોમન કેથોલિક છે. ૨૫મી જુન ૧૯૯૧ના દિવસે ક્રોએશિયાને સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યુ હતુ. ક્રોએશિયા પણ અફગાનિસ્તાનમાં નાટોના નેતૃત્વમાં મિશનમાં તેના સૈનિકોનુ યોગદાન આપી રહ્યુ છે. ક્રોએશિયાનુ અર્થતંત્ર મુળભુત રીતે સર્વિસ અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર તેમજ કૃષિ પર આધારિત છે. ટ્યુરિઝમ પણ આવકના મુખ્ય સાધન તરીકે છે. ખુબ ઓછા લોકો પાસે આવ માહિતી છે કે ક્રોએશિયા આજે વિશ્વના ૨૦ ટોપ લોકપ્રિય પ્રવાસી સ્થળ પૈકી એક છે. વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોંચીને ક્રોએશિયાએ કેટલાક દાખલા અન્ય દેશો માટે પણ બેસાડયા છે. ખુબ ઓછી વસ્તી છતાં કુશળતા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY